આજે શહેરમાં સૌથી ગરમ દિવસ તાપમાન ૪૦.૬ ડિગ્રી

534

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાવાયરસનો હાહાકાર રોકાવાનું નામ નથી લેતો ત્યારે આજનો રવિવાર ૪૦.૬ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો એક તરફ કોરોનાવાયરસ ની મહામારી ત્યારે બીજી તરફ ઉનાળા નો પ્રકોપ લોકોને હેરાન કરી રહ્યો છેભાવનગર શહેર જિલ્લામાં કોરોનાવાયરસ હાલ હાહાકાર મચાવી દીધો છે અને ભાવનગરના હોસ્પિટલો પરંતુ ક્યાં છે કોરોનાવાયરસ ની સારવાર લેવા માટે લોકો ક્યાં જવું તે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે તેવામાં ભાવનગર શહેરમાં આજે રવિવાર સૌથી ગરમ રહી હોય તેમ ૪૦.૬ ડિગ્રી તાપમાન સાથે અગ્નિવર્ષા લોકોએ અનુભવી હતી તેમજ લોકો રવિવાર હોવાના કારણે પોતાના ઘરમાં જ પંખા એ.સી શરૂ કરીને આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે ભાવનગરની બજારો શ્યામ બની હતી બપોરના સમયે શહેરમાં અગ્નિવર્ષા થઈ હોય તેમ ભયંકર તડકા સાથે લુ વરસી હતી અને ઉનાળાનો સૌથી ગરમ દિવસ રવિવાર રહ્યો હતો ૪૦ ડિગ્રી તાપમાન સાથે લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો ભાવનગરમાં કોરોનાવાયરસ ની મહામારી ના પગલે લોકો સારવાર લેવા માટે અહીંથી તહીં દોડાદોડી કરી રહ્યા છે તેવામાં કોરોનાવાયરસ ના દર્દીઓ એ પણ ૪૦.૬ ડિગ્રી તાપમાન નો સામનો કરવો પડ્યો હતો ત્યારે રવિવાર ૪૦.૬ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ દિવસ બની રહ્યો છે જોકે સૌરાષ્ટ્ર દ્વારા શનિ-રવિ સ્વચ્છ લોક ડાઉન ની અપીલ કરવામાં આવી છે તેમ છતાં ભાવનગરની બજારો આજે બીજા દિવસે પણ ખુલી રહી હતી પરંતુ કોરોનાવાયરસ અને ગરમીના કારણે દુકાનો અને વેપારીઓ ગ્રાહક વિહોણા બન્યા હતા

Previous articleકોઈપણ ઓક્સિજનનો સપ્લાય રોકશે તો લટકાવી દેવાશે : કોર્ટ
Next articleહોસ્પિટલ અને ડોક્ટરો સામે આક્ષેપ કરતા પહેલા વિચારો