ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે નવાપરા વિસ્તારમાં આવેલ ઇદગાહ મસ્જીદ ની બાજુમાં આવેલ સંજરી ગેરેજ ની બહાર ગ્રાઉન્ડમાં પસાર થતા અમુક ઈસમો ગોળું કુંડાળું વાળી જુગાર રમતાં પાંચ ઈસમો ને ઝડપી લીધા હતા તેની પાસેથી રોકડા રૂપિયા ૩૮૮૦ ઝડપી લીધા હતા, શહેરના નિલમબાગ પોલીસના માણસો નવાપરા વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમિયાન ઇદગાહ મસ્જીદની બાજુમાં આવેલ સંજરી ગેરેજની બહાર ગ્રાઉન્ડમાં થી અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી આધારે જે જગ્યાએ રેઈટ કરતાં પાંચ ઈસમો ને ઝડપી લીધા હતા. જેમાં સાદિકભાઈ યુસુફભાઈ માન્ડવીયા, આરીફભાઈ મહંમદભાઈ બીલખીયા, રફીકભાઈ અમીભાઈ પરમાર, અલ્તાફભાઈ ગનીભાઈ ચુડેસરા તથા હારુન બચુભાઈ શાહ પાસેથી રોકડા રૂપિયા ૩૮૮૦ ની મતા સાથે ઝડપી લીધા હતા, ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગાર ધારા ની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.