તાજેતરમાં રાજુલા માર્કેટીંગ યાર્ડના હોલમાં સા.કુંડલા, રાજુલા, જાફરાબાદ એમ ત્રણ તાલુકાના ગામડાઓના ખેડૂતોની સુભાષ પાલેકરજી પુરસ્કૃત જીરો બજેટ આધ્યાત્મિક ખેતી વિષય ખેડૂતોને માર્ગદર્શન અને કઈ રીતે જીરો બજેટ ખેતી થઈ શકે તેની ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલ હતું. આ પહેલા ર૯, ૩૦, ૩૧ એમ ત્રણ દિવસ સુધી ટીમ પાડીને ત્રણેય તાલુકા દરેક ગામોમાં ખેડૂતોના ભેખધારી અને કિસાન સંઘના અગ્રણી એવા પ્રફુલભાઈ સેંજલીયા અને તેની ટીમ દ્વારા ખેડૂતોનો સંપર્ક કરીને સવારે ૯-૦૦ થી સાંજના પ-૦૦ વાગ્યા સુધી આખો દિવસ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડૂતોને બચવું હોય તો જીરો બજેટની ખેતી કરવી જરૂરી થઈ ગયેલ છે. આ શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આપવામાં આપેલ માર્ગદર્શનને ધ્યાનથી સાંભળીને તે પ્રમાણે વર્તવાનું સૌએ એક અવાજે પ્રતિજ્ઞા કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઈ સેંજલીયા, ભરતભાઈ નારોલા તથા કાળુભાઈ વાઘ (રામપરા-ર) તથા જીતુભાઈ વૈધ (ડીસા) તથા હરેશભાઈ ગાજીપરા અને ગોવિંદભાઈ ટીમ્બડીયાએ જહેમત ઉઠાવેલ હતી.