ગીર-સોમનાથની પરિસ્થિતિ બની ઘાતક, જો સમયસર ઓક્સિજનના મળ્યો તો લાશોના ઢગલા થશે : અફઝલ પંજા

481

ગીર-સોમનાથ જિલ્લા માટે કોરોના ની બીજી લહેર એ ખૂબ ઘાતક સાબિત થઈ રહી છે.મેડિકલ સુવિધાના અભાવને કારણે લોકો બેમોત મરી રહયા છે.લોકો લાચાર છે અને ખૂબ પરેશાન છે કારણ કે પરિસ્થિતિ તેમના કાબુમાં રહે નથી.જીલ્લા કલેકટર થી રૂબરૂ મુલાકાત કરી અને ગીર-સોમનાથ અને ખાસ વેરાવળનું ચિતાર તેમબી સ્પષ્ટ કરેલ છે કે જિલ્લા ની એક માત્ર સરકારી હોસ્પિટલમાં મેડિકલ કર્મચારી પૂરતા પ્રમાણમાં નથી જેથી બેડ ની સઁખ્યામાં વધારો થયેલ નથી,આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ની ખૂબ અછત છે અને જરૂરી ઇન્જેક્શન અને વેન્ટીલેટર ની ખૂબ સઁખ્યા ઓછી છે,તેમજ વેરાવળ શહેર મા ઓક્સિજન ની ખૂબ કાળા બજારી થઈ રહી છે અને માનવ રૂપી રાક્ષસ લોકો ને લૂંટી રહયા છેપ્રાઇવેટ દવાખાના મા ગરીબ દર્દીઓની સાથે લૂંટ ચલાવી રહયા છે અને સરકારી હોસ્પિટલમાં સગવડતાઓ ના અભાવના કારણે ગરીબ લોકો આર્થિક અને શારીરિક રીતે પિસાઈ રહયા છે ત્યારે આ પરિસ્થિતિ ને તંત્રએ કાબુમાં લેવી જોઈએ અને દરેક ક્ષેત્રે યોગ્ય પગલા લઈ લોકોને રાહત અપાવી જોઈએ.જો આ જ પરિસ્થિતિ જિલ્લામાં રહેશે અને આ મેડિકલ સુવિધા પૂરી નહિ પાડવામાં આવે અને ઓક્સિજન ની ખેંચ રહેશે તો આ ગીર સોમનાથ જિલ્લામાં મા લાશોના ઢગલા થવાના છે તેવી વેદના અને આક્રોશ નગરસેવક અફઝલ પંજા એ વ્યક્ત કરેલ હતું.

Previous articleઇન્જેકશન ન ફાળવાતા ખાનગી હોસ્પિટલના સંચાલકો નારાજ
Next articleચૂટણી પંચનાના ઓફિસરો પર હત્યાનો કેસ દાખલ કરો : મદ્રાસ હાઇકોર્ટ