જિલ્લા કલેકટર દ્વારા કોરોનાની ચેઈન તોડવાનાં આશયથી ભાવનગર શહેરમાં તમામ દુકાનો-એકમો આઠ દિવસ સુધી બંધ રાખવાનાં ફરમાવાયેલા જાહેરનામાં બાદ તમામ બજારો બંધ રહ્યા હતા બાદ આજે કેટલાક વેપારીઓએ અડધા શટરે દુકાનો ખોલતા તેને પણ તંત્ર દ્વારા બંધ કરાવાઈ હતી જો કે જાહેરનામાનો કડક અમલ કરાવવા કલેકટર દ્વારા આદેશ પણ કરવામાં આવેલ છે.