ભાવનગર શહેરમાં જાહેરનામાના ભંગ બદલ વધુ ૯ દુકાનો સીલ કરાઈ

1586

કોરોનાની ચેઈન તોડવા માટે ભાવનગર શહેરમાં જિલ્લા કલેકટર દ્વારા તા.૧૨ સુધી આવશ્યક ચિજવસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા માટે જાહેરનામું બહાર પડાયેલ અને તેનો કડક અમલ કરાવવા માટે પોલીસ અને મહાપાલિકાને સુચના આપેલ જેના ભાગરૂપે મહાપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેરનામાનો ભંગ કરી ખુલ્લી રખાતી દુકાનો બંધ કરાવી સીલ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે પણ મહાપાલીકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ખુલ્લી રહેલી દુકાનો સીલ કરવામાં આવી છે માસ્ક ડ્રાઈવ ટિમ દ્વારા નવ દુકાનો સીલ કરાઈ હોવાની મહાપાલિકાના રાજેશ મંડલીએ જણાવ્યું હતું. આજે સવારથી શહેરની મુખ્ય બજારો, નવાપરા વિસ્તારોમાં મહાપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવેલ જેમાં સ્પેર પાર્ટ ના વેપારીઓ દ્વારા પોતાની અડધા સટરે દુકાનો ખુલ્લી રાખી કામ શરૂ હોય આવી નવ દુકાનોને બંધ કરાવી જાહેરનામાના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાપાલીકાની ટીમ દ્વારા નવ દુકાનો સીલ કરવામાં આવી હતી અને તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરાઈ હતી. શહેરમાં દરરોજ સીલીંગ કામગીરી શરૂ હોવા છતા વેપારીઓ અડધા શટરે દુકાનો ખોલી વેપારી કરી રહ્યા છે. જેની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે.

Previous articleશહેરમાં મીઠાઈના વેપારી પાસે ખંડણી માગનારા ત્રણ શખ્સો ઝડપાયા, ઘટના CCTVમાં કેદ
Next articleનારી ચોકડી પાસે ગોઠવવામા આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત