ગુજરાતમાં ભાવનગર બન્યું ઓક્સિજન ઉત્પાદનનું હબ, મહામારીમાં જિલ્લામાં ધમધમી રહ્યા છે ૧૮ ઓક્સિજન પ્લાન્ટ

948

હાલ ભાવનગર શહેર અને જિલ્લામાં ૪૦૦ ની આજુબાજુ રોજ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે જેમાં મોટાભાગના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ રહી છે હાલ ભાવનગર શહેરમાં હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે આવા સંજોગોમાં કેટલાક દર્દીઓ ઘરે પણ સારવાર લઇ રહ્યા છે અને તેમને પણ ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત ઊભી થઇ છે. કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે ના કેસ આવ્યા છે જેમાં મોટાભાગના કેસોમાં દર્દીને ઓક્સિજન ઘટી જવાના કિસ્સા વધ્યા છે, ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં સામાન્ય સ્થિતિની જગ્યાએ આ વખતે ચાર ગણી ઓક્સીજનની જરૂરિયાત ઊભી થઇ છે. પરંતુ કેટલી સેવાભાવી સંસ્થા ઓ લોકો ને ઘરે ફ્રી માં ઓક્સિજન પૂરો પાડી રહી છે.જો કે ભાવનગર માટે મહત્વની બાબત એ છે છે સમગ્ર ગુજરાતમાં જેટલું ઓક્સિજન નું ઉત્પાદન થઈ રહ્યું છે તેમાંથી મોટાભાગનું ઉત્પાદન એકલા ભાવનગરમાં થાય છે. ભાવનગરમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તેમજ રોલિંગ મિલોને લઈને મોટા પ્રમાણમાં ભાવનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે, હાલ સરકાર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે કે આ દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી માણસને બેસાડી દેવામાં આવેલ છે અને ત્યાંથી ઓક્સિજનનો જથ્થો દરેક હોસ્પિટલને તેમની જરૂરિયાત મુજબ મળી રહે તે માટેનું આયોજન થઈ રહ્યું છે અને હાલના સંજોગોમાં તેમજ ભવિષ્યમાં ભાવનગરને ઓક્સિજનની તંગી નહીં પડે.આઈ.એમ.એ ના પ્રમુખ ડો.દર્શન શુક્લાએ જણાવ્યું હતું કે એક જ ખાનગી હોસ્પિટની ગણતરી અંગે વિગત આપી હતી કે સામાન્ય આ સ્થિતિમાં એક હોસ્પિટલમાં ત્રણથી ચાર દર્દીઓ આઈસીયુમાં રહેતા હતા, પરંતુ કોરોનાના કાળ દરમ્યાન ૧૬ કરતા વધુ દર્દીઓ આઈસીયુમાં હોય છે. એટલે કે દર્દીની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તેની સામે એક હોસ્પિટલમાં ૪૦ થી ૫૦ ઓક્સિજન ની બોટલો ની જરૂર પડતી હતી પરંતુ હવે ૧૫૦ કરતાં વધુ બોટલો પણ ઓછી પડી રહી છે. આવી સ્થિતિમાં ભાવનગરની દરેક ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં પણ છે. ભાવનગર જિલ્લામાં આવેલા ૧૮ જેટલા ઓક્સિજન પ્લાન્ટમાં રોજના આશરે ૧૮,૦૦૦ સિલિન્ડરો ભરાય છે જેમાંથી આશરે ૧,૭૧,૦૦૦ લીટર ઓક્સિજન માત્ર માનવ જિંદગી માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનની ભારે અછતને પગલે રોલિંગ મિલમાં જતો ઓક્સિજન બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી રોલિંગ મિલ અને ફરનેસ જેવા પ્લાન્ટ હાલ મેડિકલ ક્ષેત્રે ઓક્સિજન આપવાનો હોવાથી સંપૂર્ણપણે બંધ છે.૧૮ પ્લાન્ટમાં કુલ કેટલું ઉત્પાદન અને શું ભાવ?સિહોરમાં ૬ જેટલા ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે જેમાં રોજના આશરે ૮૦૦ થી ૧૦૦૦ સિલિન્ડર નીકળી રહ્યા છે. જ્યારે અલંગમાં ૧૨ પ્લાન્ટ આવેલા છે. જેમાં શ્રી રામ ગ્રુપનું સૌથી મોટું સેક્ટર હોવાથી ત્યાં રોજના ૧૦૮ ટન એટલે ૧૨,૦૦૦ આસપાસ ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવી રહ્યા છે. આમ સિહોર અને અલંગના પ્લાન્ટના કુલ આશરે ૧૬ થી ૧૭ હજાર સિલિન્ડર ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો ૧,૭૧,૦૦૦ હજાર લીટર આસપાસ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે.માત્ર ૨૪૮ રૂપિયામાં એક સિલિન્ડરભાવનગર જિલ્લામાં કલેક્ટરના આદેશ મુજબ એક સિલિન્ડર માત્ર ૨૪૮ રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. એક સિલિન્ડરમાં ૯.૫૦ લીટર ઓક્સિજન આવે છે. રોલિંગ મિલ એસોસિયેશન પ્રમુખ હરેશભાઇ સચદેવાએ જણાવ્યું હતું કે રોલિંગ મિલો અને ફરનેસ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે આ ઓક્સિજન એ માનવ જિંદગી મહત્વની હોવાથી રોલિંગ મિલો બંધ કરી દેવાઈ છે અને હાલ સંપૂર્ણ ઓક્સિજન મેડિકલ ક્ષેત્રે સેવા માટે આપવામાં આવી રહ્યો છે.

Previous articleભાવનગરમાં એપ્રિલમાં સેંકડો લોકો માટે ’દેવદૂત’ સાબિત થઈ ૧૦૮ની સેવા
Next articleભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા વધુ ૭ ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા