નાગેશ્રી રેવન્યુ વિસ્તારમાં આગ સિંહોને સલામત સ્થળે ખસેડાયા

673
guj742018-7.jpg

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના સહીયારા બીડ તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તાર તથા ગૌચર વિસ્તારમાં આજે બપોરના ૧ વાગ્યાના સમયે આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બનેલ અને પવનની ગતિ પણ વધારે હોવાને કારણે આગ વિકરાળ રૂપ ધારણ કરી આશરે પ૦ થી ૬૦ વીઘાના વિસ્તારમાં પ્રસરી ગયેલ. 
આ આગ લાગવાના સમાચાર વન વિભાગને મળતા તાત્કાલિક વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણી સિંહ ગ્રુપ જેમાં નર-ર, માદા-૧, બચ્ચા-૩ આમ કુલ ૬ વન્ય પ્રાણીઓને સલામત સ્થળે પહોંચાડી વન્યપ્રાણીઓના જાનનું જોખમ નિવારી શકાયેલ.
આ દવને પારપત કરવામાં વન વિભાગનો સ્ટાફ જેમાં એ.ડી. વાળા, વન રક્ષક તથા અજયભાઈ કોટીલા તથા વિજયભાઈ વરૂ ટ્રેકર્સ ટીમના સભ્યો તથા સરપંચ, તલાટી કમ મંત્રી તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleરામોલ કેસ : હાર્દિકના જામીન રદ કરવાની સરકારની અરજી
Next articleઅંગત કારણોસર રાજીનામું આપ્યું હતુ : નરેશ પટેલ