વાવઝોડાને અનુલક્ષીને ભાવનગર દરિયાઈ કિનારા પર ૧૦૮ની ટીમ એલર્ટ કરી દેવામાં આવી

1725

અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણામે ‘‘તોકતે‘‘ વાવાઝોડુ બનશે. જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. જેને લીધે તમામ દરિયાકાંઠે આવતા વિસ્તારોમાં ૧૦૮ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તારીખ ૧૬ મેના રોજ લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે.આ દરિયાઈ વિસ્તારમાં આ સ્થળે પર ૧૦૮ એમ્બ્યુલન્સને મહત્તમ એલર્ટ રાખવામાં આવી છે. ઘોઘા, કોળિયાક, તણસા, અલંગ, તળાજા, લોનગડી, મહુવા, કલસાર, સંચબંદર વિક્ટર રોડ પરની એમ્બ્યુલન્સો રાખવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા વાવઝોડાની આગાહી ધ્યાન ભાવનગર વહીવટી તંત્ર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ કરી લેવામાં આવી છે. ખાસ કરીને દરિયા કિનારના વિસ્તારોમાં અને પુર સંભવિત વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહીત દવાઓનો જથ્થો રાખી દેવામાં આવ્યો છે. ૧૦૮ એમ્બ્યુલન્સને તમામ કર્મચારીઓને રજા પરથી પરત બોલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરવાની કીટ આપવામાં આવી છે.

Previous articleમહુવા માર્કેટિંગ યાર્ડમાં ૧૬ થી ૧૮ મે સુધી તમામ જણસી તેમજ ડુંગળી વેચાણ બંધ
Next articleભાવનગર એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી રૂપાણી, મેયર કિર્તીબેન દાણીધારીયાએ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કર્યુ