શહેરના ગંગાજળીયા પોલીસે મોડીરાત્રે પ્રભુદાસ તળાવ હવા મસ્જિદ પાસેના રહેતા ઈમરાન અબ્દુલમજીદ મોમીન તેના રહેણાંકની બાજુમાં આવેલા મકાનમાં ચાલતા હુક્કાબારમાં દરોડા પાડી હુકાબારના સંચાલક સહિત ૧૫ જેટલા નબીરાઓને ઝડપી લીધા હતા. શહેરમાં પોલીસે કરેલ રેઈટથી ચકચાર મચી જવા પામી હતી.
ગંગાજળિયા પોલીસ સ્ટેશનના અના.એ.એસ.આઈ કુલદીપસિંહ વાઘેલા એ ફરિયાદ નોંધાવી હતી કે હું તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઈટ કોમ્બીગમાં હતા તે દરમિયાન પ્રભુદાસ તળાવ, હવા મસ્જિદ પાસે રહેતા ઈમરાન ઉર્ફે લબું અબ્દુલમજીદ મોમીન તથા તેનો ભાઈ મોહસીન અબ્દુલમજીદ મોમીન રહે.હવા મસ્જીદ પાસે પ્રભુદાસ તળાવ વાળાઓ પોતાના રહેણાંકી મકાનની બાજુમાં આવેલા મકાનમાંથી બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર હુકાબાર ઝડપી પાડ્યું હતું. આ હુકાબારમાં બે ભાઈઓ હુકાબાર ચલાવતા હોય તે સહિત ૧૫ નબીરો ગંગાજળિયા પોલીસ ઝડપી લીધા હતા.
જેમાં ઈમરાન ઉર્ફે લબું અબ્દુલમજીદ મોમીન તથા તેનો ભાઈ મોહસીન અબ્દુલમજીદ મોમીન તથા બહારથી હુકો પીવા આવેલા નબીરાઓમાં સમીર મુખતારભાઈ શેખ, નિહાર ઉમરભાઈ બેલીમ, અનીશ અંજીરભાઈ લાંડા, હાતીમ ફકરૂદ્દીન મહુવાવાલા, સલીમ ઈકબાલભાઈ ધોળીયા, આકાશ કમલેશભાઈ શાહ, આકીબ રફિકભાઈ કાચીવાલા, ઇમરાન શબ્બીરભાઈ શેખ, મયુદ્દીન જમીલભાઈ લાખાણી, રવિ નાથાભાઈ ચૌહાણ, નાવેદ યુનુસભાઇ કુરેશી, અલારખ કાદરભાઈ આઢીયા તથા અનસાર જાનીભાઈ બોરડીવાલા ઝડપાયેલા તમામ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.જેમાં તમામ વિરુદ્ધ એક જ રૂમમાં હોવાથી હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટનસના ભંગ સબબ આઈ.પી.સી.કલમ ૧૮૮, ૨૬૯ તથા ઘ એપેડ મીક એકટ કલમ ૩ તથા સિગારેટ તેમજ તમાકુ, તેમજ વેપાર અને વાણિજય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૪(એ), ૨૧(એ), ૨૪ મુજબ ગુન્હો દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.