શહેર નજીકના વરતેજ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં બે મજુરો અકસ્માતે ટાંકામાં પડી જતા સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, વરતેજ જીઆઈડીસીમાં આવેલ ફાઈન રીફાઈનરીમાં કામ કરતા જીનુરઅલી વજીરઅલી સૈયદ અને મીલન શૈલેન્દ્ર અગ્રવાલ નામના બે મજુરો અકસ્માતે ફેક્ટરીના ટાંકામાં પડી જતા બન્નેને ટાંકામાંથી બહાર કાઢી ૧૦૮ સેવા દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.