વિરાટ-અનુષ્કાએ રૂ. ૧૬ કરોડ એકત્રિત કરીને નાનકડા બાળકનો જીવ બચાવ્યો

258

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૫
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા હાલ સો.મીડિયા પર છવાયેલા રહે છે. આ જોડીએ ૧૬ કરોડ રૂપિયા એકત્રિત કરીને એક બાળકનો જીવ બચાવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે. વાત એમ છે કે અયાંશ ગુપ્તા નામનું એક બાળક સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડિત છે, તેની સારવારમાં દુનિયાની સૌથી મોંઘી દવાની જરૂર હતી.૧૬ કરોડની આ દવાની મદદ માટે દેશ-દુનિયાની કેટલીય સેલિબ્રિટિઝે મદદ કરી. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે અયાંશના માતા-પિતાએ ટિ્‌વટર હેન્ડલ પર કહ્યું, જે દવાની જરૂર હતી તે મળી ગઇ છે. તેમાં વિરાટ અને અનુષ્કાને થેન્કસ પણ કહ્યું છે. જો કે તેમણે એ નથી કહ્યું કે આ સ્ટાર કપલે કેટલાં પૈસાની મદદ કરી.ટ્‌વીટ કરાઇ છે કે અમે કયારેય વિચાર્યું નહોતું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં આટલો સુંદર અંત હશે. અમને એ કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે અયાંશની દવાઓ માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર હતી અને આ રકમ અમે પ્રાપ્ત કરી લીધી છે. એ બધાનો ખૂબ જ આભાર જેમણે અમારું સમર્થન કર્યું. આ તમારી જીત છે. કોહલી અને અનુષ્કા સિવાય ઇમરાન હાશ્મી, સારા અલી ખાન, અર્જુન કપૂર અને રાજકુમાર રાવ જેવી કેટલીય બીજી હસતીઓએ પણ આયુષના માતા-પિતાની મદદ કરી હતી.
આની પહેલાં વિરૂષ્કાએ કોરોનાની વિરૂદ્ધ અભિયાનમાં ફંડ રેન્જિંગ કેમ્પેઇન દ્વારા ૧૧ કરોડની રકમ એકત્રિત કરી હતી. આ પૈસાથી ઓક્સિજન અને બીજી જરૂરી વસ્તુઓ આપી હતી.

Previous articleપ્રિયંકા બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડના રેડ કાર્પેટ પર છવાઈ
Next articleમેયર કિર્તીબેન દાણીધારીયાએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઇ જાણકારી મેળવી