ભાવનગરના મેયર કિર્તીબાળા દાણીધારીયાએ શહેરની સર ટી. હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી જાણકારી મેળવી સુચનો આપ્યા હતા અને દર્દીઓની પણ મુલાકાત લઇ પૂછતાછ કરી હતી.
ભાવનગર મહાપાલિકાનાં મેયર કિર્તાબાળા દાણીધારીયાએ ભાવનગર શહેરની સર તખ્તસિંહજી સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ તાજેતરમાં મ્યુકોરમાઈકોસીસ નામનો નવો રોગ ઉત્પન્ન થયેલ છે. તેના અનુસંધાને સદરહું રોગ વિષે સર.ટી. હોસ્પિટલમાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે, હોસ્પિટલમાં આ માટે કેવા પ્રકારની સુવિધા આપવામાં આવે છે, તેનું ઈન્જકશન Liposomal Amphotericin – B ના કોર્ષ બાબતે જાણકારી મેળવી તેમજ દાખલ થયેલ દર્દીઓના ખબર અંતર રૂબરૂ જઈ પુછ્યા હતા. આ ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલમાં આ પ્રકારનાં રોગનાં જે દર્દીઓ દાખલ થયેલ છે તેમને કેવી રીતે ઈજેકશન મળશે વિગેરે બાબતની જાણકારી મેળવેલ તેમજ દર્દીઓની વધુ સારી સંપુર્ણ દેખરેખ સાથે સારવાર કરવા ઉપસ્થિત સીવીલ સુપ્રિટેન્ડન્ટ ડો.બ્રહ્મભટ્ટ, ડીન ડો.હેમંતભાઈ મહેતા, એડીશનલ ડીન તેમજ ફોરેન્સીક વડા ડો.અમીતભાઈ પરમાર, ડો.પી.કે.ચૌધરી, આર.એમ.ઓ. ડો.તુષારભાઈ આદેસરાને જણાવેલ. આ મુલાકાત દરમ્યાન સભ્ય ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ બાબુભાઈ મેર ઉપસ્થિત રહેલ.