ભાવનગરના જુનાબંદર રોડ પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઝડપાયા લોકો ઝડપાયા છે. જેમાં ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ રૂ.૩૬,૬૬૦, મોબાઇલ- ૨ રૂ.૫,૫૦૦, ટ્રક રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૪૨,૧૬૦ નાં મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બાતમી મળી હતી કે અનવરભાઇ ઉસ્માનભાઇ રાઠોડ તથા તેનો દિકરો મોહસીન અનવરભાઇ રાઠોડ રહે. મોતી તળાવ, ભાવનગરવાળા અશોક લેલન્ડ ટ્રક નંબર- ય્ત્ન-૦૩-મ્ઉ ૧૨૮૭ માં દાણાની સાથે ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લઇને ભાવનગરમાં જુના બંદર થઇને આવતા હોય જે બાતમી આધારે રેડ કરતાં ડ્રાયવર અનવરભાઇ ઉસ્માનભાઇ રાઠોડ ઉ.વ.૫૦ ધંધો-ટ્રક ડ્રાયવીંગ રહે.શેરી નં.૨ પાસે, રામાપીરનાં મંદિર પાસે, મોતીતળાવ, ભાવનગર તથા તેનો દિકરો મોહસીન અનવરભાઇ રાઠોડ ઉ.વ.૨૩ ધંધો-કલીનર બાતમીવાળા ટ્રક સાથે હાજર મળી આવેલો હતો.ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૬ રૂ.૩૬,૬૬૦, મોબાઇલ- ૨ રૂ.૫,૫૦૦, ટ્રક રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૪૨,૧૬૦ નાં મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. તથા ઝડપાયેલા બન્ને ઈસમો વિરૂદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલી છે.