ભાવનગર જિલ્લા જેલમાં હત્યાનાં ગુનામાં કેદ કુંભારવાડાના શખ્સનું બિમારી સબબ બેભાન થઈ જતા મોત નીપજવા પામ્યુ હતું.
બનાવની મળતી વિગત શહેરનાં કુંભારવાડા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા શેખુદીન નુરમંહમદભાઈ ઉ.૪૦ પર હત્યા કર્યાનો આરોપ હોય પોલીસે ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમાં ધકેલ્યો હતો. જ્યાં કાચા કામ કેદી શેખુદીનભાઈ બિમારી સબબ બેભાન થઈ જતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ લવાયેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરેલ.