બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા ભારતને ચેતવણી

259

(સં.સ.સે.) લંડન,તા.૧
ભારતીય મૂળના એક જાણીતા વૈજ્ઞાનિકે એ વાતના સંકેત આપતા ચેતવણી આપી છે કે બ્રિટન કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે. આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનને ૨૧ જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા અઠવાડિયા સુધી ટાળવાની અપીલ પણ કરી છે. સરકારના ન્યૂ એન્ડ ઈમર્જિંગ રેસ્પિરેટરી વાયરસ થ્રેટ એડવાઈઝરી ગ્રુપના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ કહ્યું કે આમ તો નવા કેસ અપેક્ષા કરતા ઓછા છે પરંતુ કોવિડ-૧૯ના મ્.૧.૬૬૭ સ્વરૂપના ઝડપથી વધવાની આશંકાને બળ આપ્યું છે. બ્રિટનમાં રવિવારે સતત પાંચમા દિવસે કોવિડ-૧૯ના ૩૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. તે અગાઉ બ્રિટને ૧૨ એપ્રિલ બાદ આ આંકડો પાર કર્યો નથી. રવિ ગુપ્તાએ પ્રધાનમંત્રીને ૨૧ જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા સમય માટે ટાળવાની પણ અપીલ કરી છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસ ૪,૪૯૯,૯૩૯ સુધી પહોંચી ગયા છે.
અત્યાર સુધીમાં ૧,૨૮,૦૪૩ લોકોએ કોવિડથી જીવ ગુમાવ્યા છે. ગુપ્તાએ ક હ્યું કે બ્રિટન પહેલેથી ત્રીજી લહેરની પકડમાં છે અને ત્રણ ચતુર્થાંશ નવા કેસમાં કોરોના વાયરસનું એ સ્વરૂપ મળી આવ્યું છે જે ભારતમાં જોવા મળ્યું. તેમણે કહ્યું કે ખરેખર, હાલ તો કેસ ઓછા છે પરંતુ તમામ લહેર ઓછા આંકડાથી જ શરૂ થાય છે, પરંતુ પછીથી તે વિસ્ફોટક બની જાય છે. આથી એ મહત્વનું તત્વ છે કે અહીં જે જોવા મળી રહ્યું છે તે શરૂઆતની લહેર છે. તેમણે કહ્યું કે પરંતુ બ્રિટનમાં જેટલા લોકોને રસી અપાઈ છે તે હિસાબથી કદાચ આ લહેરને ગત લહેરોની સરખામણીએ સશક્ત રીતે સામે આવવામાં સમય લાગશે. દરમિયાન ભારત માટે રાહતના સમાચાર છે કે ૫૪ દિવસ બાદ ભારતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા લોકો અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કોવિડ-૧૯ એક્ટિવ કેસ પણ ૧૯ લાખથી નીચે છે. દેશમાં સંક્રમિત થનારા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત દેશનો રિકવરી રેટ ૯૨.૧ ટકા પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૨૭,૫૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૭૯૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૧,૭૫,૦૪૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૧,૬૦,૪૬,૬૩૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૨૭,૫૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૭૯૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૧,૭૫,૦૪૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૧,૬૦,૪૬,૬૩૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

Previous articleચીનમાં માણસમાં ૐ૧૦દ્ગ૩ બર્ડ ફલુનો સ્ટ્રેન મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ
Next articleબેંક ઓફ બરોડાએ પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું