પાલીતાણાનાં જાળીયા ગામની સીમમાં આવેલ બાવળની કાંટમાંથી યુવાનની શંકાસ્પદ હાલતે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પાલીતાણા રૂરલ પોલીસ મથકના પી.એસ.આઈ. જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાશનો કબ્જો મેળવી પી.એમ. અર્થે ખસેડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાનાં જાળીયા ગામે સીમમાં આવેલ મેદાનમાં બાવળની કાંટમાંથી યુવાન ગોરધનભાઈ ઠાકરશીભાઈ કોળી ઉ.૨૨ ની શંકાસ્પદ હાલતે લાશ મળી આવી હતી બનાવની જાણ થતા પી.એસ.આઈ. જાડેજા સહિતના બનાવ સ્થળે દોડી જઈ લાશનો કબ્જો મેળવી પી.એમ. અર્થે ખસેડી હતી. બનાવ અંગે પી.એસ.આઈ જાડેજા સાથે વાતચીત કરતા તેમણે હાલ કુદરતી મોતની નોંધ કરી છે. સાચુ કારણ પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે તેમ જણાવ્યું હતું.