(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ઝ્રમ્જીઈની ધોરણ-૧૨ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પણ ય્જીઈમ્ની ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ધોરણ-૧૨ અને ૧૦ના રીપિટર મળીને ૧૦ લાખની વધુ વિદ્યાર્થીઓ ફક્ત એક મહિના પછી કોરોના માહોલ વચ્ચે પરીક્ષા કેવી રીતે આપશે તે સવાલ ઉભો થયો હતો. ત્યારે કેન્દ્ર સરકારના તર્જ પર રાજ્ય સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ-૧૨ની ૧ જુલાઈથી લેવાનારી પરીક્ષા રદ કરી દીધી છે. ગુજરાતમાં ધો.૧૨ સાયન્સના ૧.૪૦ લાખ અને સામાન્ય પ્રવાહના ૫.૫૨ લાખ મળીને ૬.૯૨ લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે આગામી સમયમાં લેવાનારી ઝ્રમ્જીઈની પરીક્ષાને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને જ રદ કરી હતી. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ મંગળવારે જ ૧ જુલાઈથી ધોરણ-૧૨ અને ધોરણ-૧૦ના રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકારે ઝ્રમ્જીઈની પરીક્ષો રદ કરતા રાજ્ય સરકાર અસમંજસમાં મુકાઈ ગઈ હતી.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ઝ્રમ્જીઈની ધોરણ-૧૨ની પરીક્ષાઓ આ વર્ષે નહીં યોજવાની જાહેરાત કરી હતી. સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે વડાપ્રધાનના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી રાજ્ય સરકાર ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરશે. શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આગામી ૭મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદીએ બાળકોના હિતમાં ઝ્રમ્જીઈની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું હતું. કારણે કે, ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમે નિર્ણય લીધો હતો. જેના કારણે ટાઈમ ટેબલ જાહેર કર્યા બાદ પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોડી રાત સુધી સીએમ, શિક્ષણમંત્રી સહિતના અધિકારીઓ વચ્ચે બેઠકો યોજાઈ હતી. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૨ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવામાં આવી હતી.
જ્યારે આજે મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.