ગુસ્તાખી માફ

697
smiley.jpg

પોલીસ જ ગુનાહિત મોડેસ ઓપરન્ડી કરે ત્યારે ક્રાઈમરેટ- રેકોર્ડ જાળવવા એફઆઈઆર લખવાની જ નહીં 
કાયદાનું પાલન કરનારને કયાંક છૂટછાટ ના મળવી જોઈએ અથવા પકડીયે તો તેને વધુ શિક્ષા થવી ઘટે, કારણ કે કાયદો જાણવા છતાં તે ગુનો કરે છે તેવું કહી શકાય. 
હમણા હમણાં મોઘવારીથી લઈને સામાજિક ક્ષેત્રે પરવર્તતી બેરોજગારી અને બ્રેડ-બટરની ચિંતામાં ગુનાખોરી વધવા લાગી છે તેમાંય રાજયના પાટનગરમાં ચોરી- ઘરફોડ- ચેઈન સ્નેચીંગ જેવા બનાવો વધવા લાગ્યા છે. ચોરી થાય ત્યારે તેની સ્ટાન્ડર્ડ પ્રોસીજર કરવી પડે છે પરંતુ તે નહીં કરતાં પોલીસ ડિપાર્ટમેન્ટને કોણ કહે.. 
ગાંધીનગરમાં હમણા એક ગૃહસ્થ મુંબઈ ગયા હતા આવીને જોયું તો તેમના ઘરના તાળા તુટેલા હતાં સામાન અસ્ત-વ્યસ્ત અને ફેંદાયેલો હતો. સ્વભાવિક રીતે ખ્યાલ આવી ગયો કે ઘરમાં ચોરી થઈ છે તેમણે પોતે વગદાર હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવા ગયા. નવાઈની વાત વચ્ચે પોલીસે કહ્યું હાલ અમારી પાસે કોઈ વાહન નથી. છેવટે તેમણે પોતાની ગાડીમાં પોલીસને લઈ જવાનું નકકી કર્યું તેમાં બે કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ તેમની જ ગાડીમાં બેસી સરકારી નોકરી કરવા આવ્યા અને ઘરને જોઈ લીધુ અને પુછી લીધુ શું શું ચોરી થઈ છે. તેમણે સાચુ કહ્યું કે બે-ત્રણ હજાર રોકડ એક સીટીઝન ઘડિયાળ અને પરચૂરણ સામાન સિવાય હાલતો વધુ કશું ચોરયું હોય તેમ લાગતું નથી. જોકે મારા ઘરમાં ચોરવા જેવું કંઈ ખાસ હતું જ નહીં. 
પોલીસે તરત જ જણાવી દીધું કે હાલ અમે આ જાણવા જોગ લખાણ લીધું છે તમે તમારે હવે સામાન સરખો કરી દો. ચોરી પકડવાની ફીંગર પ્રિન્ટ લેવાની -ડોગ બોલાવવાની કે કંઈ પ્રક્રિયા કરી નહી કારણ એફઆઈઆર ફાડવાની ન હતી. 
સૂત્રો દ્વારા ચોંકાવનારી માહિતી મળ્યા મુજબ દરેક પોલીસ સ્ટેશન પોતાનો ક્રાઈમ રેટ રેકોર્ડ મેઈન્ટેન કરવા એફઆઈઆર ન ફાડે તેવી સ્પષ્ટ સૂચના ઉપરથી છે. જેથી કાયદો અને વ્યવસ્થાનું ચિત્ર સારું લાગે!! આ પોલીસની ગુનાહિત મોડેસ ઓપરન્ડી માટે કોણ જોશે… 
સિવિલમાં ગરીબ દર્દી પાસેથી ચાર્જ પડાવવાનું ચિતાનો વિષય જરૂર છે
રોગી કલ્યાણ સમિતિના નામે મોટાભાગની સિવિલ હોસ્પિટલોમાં પૈસા પડાવવાનું રીતસરનું ચાલી રહ્યું છે. હમણા ગાંધીનગર સિવિલમાં પણ ફરિયાદ ઉઠી છે કે ઓપરેશન – ગરીબ દર્દીના આમ તો મફત હોય છે પરંતુ તેમાંય ઉઘરાણા કરવાનું શરૂ કર્યું છે. આવું એક નહીં લગભગ મોટાભાગની સરકારી સિવિલમાં થઈ રહ્યું છે તે ચિંતાજનક બાબત છે જ.. 
સરકાર એક તરફ આરોગ્યની સેવાઓમાં પહોંચી વળતી નથી તો બીજી તરફ ફોકટરો અને ખાસ વહીવટદારો રાજકારણી -સચિવોની સેવા કરવા માટે, મફત સેેવા કરવા માટે આવા ગરીબ દર્દીઓ પાસેથી યેન કેન પ્રકારે રોગી કલ્યાણ સમિતિના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર કરતાં પણ અચકાતા નથી. રોગીના કલ્યાણને બદલે ભોગીઓની સેવા કરવામાં આવે છે. આ રસ્તો એટલા માટે શોધી કાઢયો છે કે રોગી કલ્યાણ સમિતિમાં કોઈ પ્રકારનું ઓડિટ નથી કે હિસાબો કયાંય ચેક થતાં નથી. જેથી વહીવટકર્તા માટે સૌથી મોટો ભ્રષ્ટાચારનું સાધન આ રોગી કલ્યાણ સમિતિ બની ગઈ છે. 
ગાંધીનગર જેવામાં તો સિવિલ સ્ટાફની હાલત વીઆઈપી (કહેવાતા) મફત સેવા માટે એટલું બધુ કામ કરાવે છે કે ઘરે બોલાવીને પ્રાઈવેટ દવાઓ પણ મેવળી આપવાનો આગ્રહ વીઆઈપીઓ રાખે છે. ત્યારે તે સ્ટાફ આવા ગરીબોને ચીરે છે, કયાંક તો આ અટકવું જોઈએ. 
મહંમદ તઘલઘ અત્યારે પણ હોય !! બી.કોમ., બી.એસ.સી. ને પણ બ્રીજકોર્ષ કરી ડોકટર બનાવો 
સરકાર જયારે પોતાના પરની જવાબદારીમાંથી છટકવા રેતીમાં મો ઘાલી દે ત્યારે તેનાથી પરિસ્થિતિ ખાસ કંઈ બદલાઈ જતી નથી. 
હમણા એક મહત્વના પ્રશ્ને આખા દેશના તમામ ડોકટરો જુનિયર-સિનિયર વિદ્યાર્થીઓએ હડતાલ પાડી હતી. જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી ગ્રેજયુએટ માટે છ મહિનાનો બ્રીજ કોર્ષ કહી પ્રેકટીશ માટે છૂટ આપવાની બાબત હતી. આમ જોવા જઈએ તો તેનાથી વધુ સારું પરિણામં નર્સીંગવાળા આપી શકે તેમને છ મહિનામાં કોર્ષમાં સમાવેશ કરવો જોઈએ. ફાર્મસીવાળા મોટાભાગના સબ્જેકટ કોમન ભણે છે. તેમનો પણ પ્રેકટીશ કરવા માટે સમાવેશ કરવો રહયો. જયારે આયુર્વેદ અને હોમીયોપેથીમાં કયાંય એમ.બી.બી.એસ.ની પધ્ધતિ જ નથી, બન્ને વિરોધાભાસી છે અને બ્રીજ કોર્ષ કરવાથી શકય બનતુ હોય તો પછી બી.એ.બી.કોમ., બી.એસ.સી. જેવાને પણ છ મહિનાના બદલે એક વર્ષનો બ્રીજ કોર્ષ કરાવી પ્રેકટીશ માટેની છૂટ આપવા જેવી ખરી, જેથી ડોકટરોની તંગી તુરંત દૂર થઈ જાય અને સાથે સાથે રોજગારી પણ ઉભી થાય અને તેમને પ્રેકટીશ માટે સામે આવશે ગરીબ દર્દીઓ -બ્રીજકોર્ષ લાવનાર કયારે તેમની પાસે દવા નહીં કરાવવાના!!
જરૂરિયાત વાળાને ખાત્રી વગર રૂપિયો પણ નહીં ને ઉદ્યોગપતિઓને કરોડો
સામપિત્રોડાએ આજથી આઠ વર્ષ પહેલાં આ બાબતનો પોતાના ભાષામાં ઉલ્લેખ કર્યો હતો કે જેને જરૂર છે અને યોગ્યતા ધરાવે છે તથી એક થી ત્રણ લાખ લોન લેતાં આંખે પાણી આવે છે. જયારે જેને જરૂર નથી અથવા પુરતા સ્ત્રોત છે તેની સામેથી આપણી બેંકો નાણા આપવા તેમની પાસે જાય છે. આ એક સૌથી નબળી બાજુ છે બેંકોએ વિચારવું પડશે એટલે જે આજે કરોડો રૂપિયા બેંકોના ડુબ્યા કારણ કે સામેથી લોન આપવા જાવ ત્યારે સામેનાની શરતો બેંકની શરણાગતિ અને હજી લાખો – કરોડો રૂપિયા મોટે ભાગે ઉદ્યોગપતિઓ બેંકોના રૂપિયાથી ધંધો કરે છે. બેંકોના ખર્ચે અને જોખમે નુકશાન થયું તો બેંક ને માથે નાંખે છે આવું હવે રોજ આવે તો નવાઈ નહી…. 
 

Previous articleજીવ દઈશું પણ એક તસુ જમીન નહીં : ખેડૂત સંઘર્ષ સમિતિ
Next articleઅગ્રહરોળના બંદરોમાં પીપાવાવ પોર્ટને સ્થાન