(જી.એન.એસ.)પટણા,તા.૩
કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળકોના વેક્સીન પર કામ શરૂ થઇ ગયુ છે. ભારત બાયોટેકની કો-વેક્સીનની બાળકો પર ટ્રાયલ પટણા એમ્સમાં શરૂ થઇ છે. જાણકારી અનુસાર, ૨ જૂને પટણા એમ્સમાં બાળકો ઉપર કો-વૈક્સીનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે, જેની અંતર્ગત ત્રણ બાળકોને પ્રથમ દિવસે આ વૈક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
બાળકો પર કો-વૈક્સીનની ટ્રાયલ માટે પ્રથમ દિવસે ૧૫ બાળક પહોચ્યા હતા, જેમાંથી ૩ બાળકોને પ્રથમ ડોઝ લેવા માટે પુરી રીતે ફિટ હતા. ટ્રાયલ માટે જેટલા બાળક પહોચ્યા હતા, તેમના સૌથી પહેલા આરટી પીસીઆર અને એન્ટીબોડીની તપાસ કરવામાં આવી અને ૩ બાળકોને પુરી રીતે સામાન્ય મળ્યા બાદ તેમણે વૈક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
આ ત્રણ બાળકોને પ્રથમ ડોઝ આપ્યા બાદ તેમનુ ૨ કલાક સુધી સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યુ હતું, જેમા કોઇ બાળક પર પણ વૈક્સીનનો દુષ્પ્રભાવ જોવા નથી મળ્યો.
નિયમ અનુસાર આ ત્રણ બાળકોને વૈક્સીનનો બીજો ડોઝ ૨૮ દિવસ પછી આપવામાં આવશે.પટણા એમ્સમાં બાળકો ઉપર કો-વૈક્સીનની ટ્રાયલ જે શરૂ થઇ છે, તેની પર નજર પટણા એમ્સના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ચંદ્રમણી સિંહ કરી રહ્યા છે.
જાણકારી અનુસાર, પટણા એમ્સમાં આગામી કેટલાક દિવસમાં ૨થી ૧૮ વર્ષની વયના ૧૦૦ બાળકોને વૈક્સીનની ટ્રાયલમાં સામેલ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.તમને જણાવી દઇએ કે દેશના અલગ અલગ સેન્ટર્સ પર ૨થી ૧૮ વર્ષના બાળકો પર વૈક્સીનની ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. ભારત બાયોટેકની કોવૈક્સીનની બાળકો પર બીજા અને ત્રીજા ફેઝની ટ્રાયલ જૂનમાં શરૂ થશે. આ જુલાઇના મધ્યમાં આવીને પૂર્ણ થશે.
ભારત બાયોટેકના સુત્રો અનુસાર, ટ્રાયલમાં સૌથી નાની ઉંમરના બાળક ૨ વર્ષીય હશે.
ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે ભારત સરકારે કોવૈક્સીનની ટ્રાયલને મંજૂરી આપી હતી. આ દેશ કુલ ૫૨૫ બાળકો પર કરવામાં આવશે, જેમાં દિલ્હી, પટણાની એમ્સ સહિત કેટલીક મોટી હોસ્પિટલ સામેલ થશે. ટ્રાયલ દરમિયાન વૈક્સીનની બે ડોઝ આપવામાં આવશે જેમાં ૨૮ દિવસનું અંતર હશે.