ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ કેન્દ્રો પર કોરોના વેક્સિનેશનનો પ્રારંભ

669

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજથી ૨૫ કેન્દ્રો પર ૧૮ થી ૪૪ વય જૂથના લોકો માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યા છે તેમાં ભાવનગર તાલુકામાં પ્રા.આ.કે. ભુંભલી, ઉંડવી અને ફરીયાદકા, તેમજ ગારીયાધાર તાલુકાના અર્બન હેલ્થ સેન્ટરમાં, ઘોઘા તાલુકામાં પ્રા.આ.કે. વાળુકડ, જેસર તાલુકામાં પ્રા.આ.કે. અયાવેજ, મહુવા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર : મહુવા -૧ અને ૨, પ્રા.આ.કે. બેલમપર, ગુંદરણા, મોટા આસરાણા, તેમજ પાલિતાણા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રા.આ.કે. વાળુકડ(પા), નાની રાજસ્થળી, ઘેટી, સિહોર તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રા.આ.કે. સણોસરા, ટાણા, તળાજા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર, પ્રા.આ.કે. મણાર, બોરડા, પીથલપુર, ભદ્રાવળ, ઉમરાળા તાલુકામાં : પ્રા.આ.કે. રંઘોળા, વલ્લભીપુર તાલુકામાં પ્રા.આ.કે. રતનપર(ગા) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગરે જાહેર જનતાએ આ રસીકરણનો મોટા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

Previous articleસેવાભાવી દ્વારા રૂ.૧૭ લાખથી વધુની કિંમતના ૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સર ટી. હોસ્પિટલને અર્પણ કરાયા
Next articleમનોજ બાજપેયીની ધ ફેમિલી મેન-૨ રિલીઝ