ભાવનગર શહેરના ઘોઘાસર્કલ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર આર.આઇ.સોલંકી સાહેબ વખતો વખત આવી પ્રવૃતિને પ્રોત્સાહન આપતા હોય અને પોલીસ સ્ટેશન ખાતે પણ સુંદર બગીચો બનાવી આજુબાજુના વૃક્ષોની માવજત કરતા હોય, વાવાઝોડા દરમ્યાન પણ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી જે બચે તેમ હતા તેને રીપ્લાન્ટેશન કરાવેલ તેમજ એક દિવસ પહેલા તમામ પોલીસને પોતે હમેંશની માફક એક વૃક્ષ વિશ્વ પર્યાવરણના દિવસે ઘર પાસે અથવા ઘરની નજીક રોપી માવજત કરવાનો સંકલ્પ લેવરાવી આજરોજ એટલે કે ૦૫ જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ સાથે “અરડુશી” ના છોડ તથા મહીલા પોલીસ પાસે “અવન” ના છોડનું રોપણ કરાવી તેમજ પોલીસ સ્ટેશન આજુબાજુના માણસોને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓને અલગ અલગ વૃક્ષોના છોડનું વિતરણ કરી આગામી દિવસોમાં પર્યાવરણની સ્થિતી કેટલી ગંભીર થશે તે અંગેની માહીતી આપી તાબાની બોરડીગેટ પોલીસ ચોકી, રૂપાણી પોલીસ ચોકી તથા ઘોઘાસર્કલ પોલીસ ચોકી ખાતે ત્યાના સ્ટાફ સાથે નજીકમાં વૃક્ષોના છોડ વાવી ખરા અર્થમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી ભાવનગર શહેરને “ ટૌટે ” વાવાઝોડાથી થયેલ નુકશાનને હળવુ કરવા મહેનત હાથ ધરી છે.?આમ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રકૃતીને ઉપયોગી કાર્ય વિશ્વ પર્યાવરણ નીમીતે કરી ઉજવણી હાથ ધરી હતી