(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૫
નિશા રાવલે પતિ કરણ મહેરા પર મારપીટનો આરોપ લગાવ્યા પછી પોલીસ ફરિયાદ કરતા ઘણાં ખુલાસા કર્યા. નિશા રાવલે દાવો કર્યો હતો કે પતિ કરણ મહેરાનું કોઈ અન્ય યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે અને તે યુવતી દિલ્હીની છે. પરંતુ, કરણ મહેરાએ નિશા રાવલના આ દાવાને ખોટો જણાવ્યો હતો. પણ, હવે કશું એવું થયું છે કે લોકોના મનમાં કરણ મહેરાને લઈને સવાલો ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર કરણ મહેરા અને તેની ’માવાં ઠંડિયા છાવાં’ કો-સ્ટાર હિમાંશી પારાશરના કેટલાંક જૂના ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે. તેમનો એક જૂનો વિડીયો પોસ્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેના પર હિમાંશી અને કરણ દ્વારા કરાયેલી કોમેન્ટ લોકોને પરેશાન કરી રહી છે. હિમાંશી પારાશરે વિડીયો પર કોમેન્ટ કરી છે કે ’કરણ કહે છે કે હું ડાઉન ટુ અર્થ છું, પણ હું જાણું છું કે આ વિશ્વાસ થાય તેમ નથી.’ ત્યારે જવાબમાં કરણ મહેરાએ લખ્યું કે ’મેં કહ્યું હતું કે એટલા પણ ના પડશો કે તમે જમીન પર આવી જાઓ.’ કરણ મહેરાની આ કોમેન્ટ પર હિમાંશી પારાશરે જે કોમેન્ટ કરી છે તે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. હિમાંશી પારાશરે લખ્યું કે ’તમારા માટે તો અમે ક્યાંય પણ પડી જઈએ, કરણ જી. હિમાંશી પારાશર અને કરણ મહેરાના આ ફોટોગ્રાફ્સ તેમજ જૂના વિડીયો એક્ટ્રેસ માટે મુસીબત ઊભી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો હિમાંશી પારાશરને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે.