ભાવનગરમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં MPHW&FHW વર્ગ-૩ ની તત્કાળ ભરતી કરવા માંગ

496

સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી એમએચડબલ્યુ તથા એફએચડબલ્યુ વર્ગ-૩ની સીધી ભરતી તત્કાળ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.
સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ ગુજરાત ભાવનગર શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારે રજૂઆત કરી છે કે ભાવનગર શહેર-જિલ્લામાં ઘણાં યુવાન-યુવતીઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અતિ મહત્વપૂર્ણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-૩ અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યાં છે. છેલ્લે વર્ષ ૨૦૧૩ માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ આજ સુધી ભરતી કરવામાં નથી. આવી હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ વર્કરોની જગ્યાઓ પણ મોટા ભાગે ખાલી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવી ખાસ જરૂરી છે. બીજું એ કે ભરતી માટે મહેનત કરતાં યુવાઓની વય પણ વધી રહી છે. અને બેરોજગારી વધી રહી છે. ત્યારે ભરતી કરવા માંગ કરી છે.

Previous articleમહુવા એ.પી.એમ.સી ખાતે કેબિનેટ મંત્રીએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી
Next articleઅભિનેત્રી સોનમ કપૂરે જન્મદિવસ ઉજવ્યો