ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવેરાના વોર્ડ નં .૧૬ કાળિયાબિડ વોંર્ડ કે જેમાં ઇસ્કોન મેગા સિટી , માધવબાગ , હિલડ્રાઇવ , સાગવાડી અને કાળિયાબિડ વિસ્તારનો સમાવેશ થાય છે તેની તમામ મિલ્કતોની ધ જી.પી.એમ.સી. એકટની અનુસુચી ક (છ) , પ્રકરણ -૮ ની કલમ -૮ (૪) તથા ૨૧ (૨) અન્વયે કરવાની થતી મિલકત – વેરા સબબની કાર્પેટ એરિયા કર પધ્ધતી અનુસારની જી.આઇ.એસ , બેઝ રી – સર્વે આકારણીની કામગીરી મહાનગરપાલિકાનાં એસેસમેન્ટ વિભાગની સર્વે ટીમો દ્વારા તા.૧૪/૦૬/૨૦૨૧ ને સોમવારથી હાથ ધરવામાં આવનાર છે .
ભાવનગર મહાપાલિકા દ્વારા તમામ સર્વે ટીમોને ઓળખપત્ર આપવામાં આવેલ છે . ઉક્ત આકારણીની કામગીરી હેતુ સર્વે ટીમોને દરેક મિલ્કતની અંદર પ્રવેશ કરી માપણી/ આકારણી સંબધિત જરૂરી કાર્યવાહી કરવા દેવા તથા મિલ્કતના જરૂરી આધારો જેવા કે માલિકી આધાર, મિલ્કત વેરાની પહોંચ/બિલ , અગાઉના પીળા સર્વે ફોર્મની નકલ, લાઇટ બિલ, ફોટો આઇ.ડી. પ્રફ, મંજુર થયેલ બિલ્ડીંગ પ્લાન, રજા ચિઠ્ઠી, તથા કમ્પ્લીશન સર્ટીફિકેટ વિગેરે પૈકી જે આધારો ઉપલબ્ધ હોય તે સર્વે ટીમોને બતાવવા માટે સ્થળ પર હાજર રાખવા તથા સર્વ ટીમોને માપણી/આકારણી માટે જરૂરી સાથ – સહકાર આપવા કાળિયાબિડ વોર્ડ – વિસ્તારના તમામ મિલ્કત ધારકોને ભાવનગર મહાનગપાલિકા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.