તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા શહેરના ક્રેસન્ટ આસપાસનો વિસ્તાર, ઘોઘા સર્કલ આસપાસનો વિસ્તાર, વિર મોખડાજી સર્કલ, શિવાજી સર્કલ તથા શૈક્ષણિક સંકુલોની આસપાસ ખાતે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૩૦ દુકાન ધારકો પાસેથી રૂ. ૯૨૫૦ નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુ નું વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.
આ કામગીરીમાં એપિડેમીક મેડીકલ ઓફિસર ડો. પી. એ. પઠાણ, ભાવનગર શહેર પોલીસ વિભાગમાંથી ધર્મેન્દ્રભાઈ જોષી અને મનુભાઈ પરમાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાંથી રામભાઈ અને સોડાભાઈ, જી.એસ.ટી. વિભાગના એસ. જી. નાવડીયા, જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના જી. ઓ. ડાભી, ડ્ઢ્ઝ્રઝ્ર, આરોગ્ય વિભાગના કાઉન્સેલર મમતાબેન કથીરિયા તથા સોશ્યલ વર્કર હિરેનભાઇ મિસ્ત્રી દ્રારા આ કામગીરી કરવામાં આવેલી છે.