બરવાળાના વૈયા ગામે જુગાર રમતા ૪ ઝડપાયા

1158
bvn1042018-4.jpg

બરવાળા તાલુકાના વૈયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાલતો હોવાની મળેલ બાતમીના આધારે ભુરાભાઈ ચાવડા, ભુપતભાઈ વાલાણી, હરપાલસિંહ ચુડાસમા, રાજદિપસિંહ તેમજ ધવલભાઈ કેવડીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ચાર જુગારીઓને ૧૦૮૩૦ રૂપિયાની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર બરવાળા તાલુકાના વૈયા ગામે તા.૯-૪ના રોજ બપોરના અરસામાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ સુમારે હે.કો. ભુરાભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે વૈયા ગામે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પીન્ટુ રમેશભાઈ નાંડોળીયા રહે.વૈયા પ્રવિણ ઉર્ફે ભકો રામજીભાઈ ચાવડા રહે.બરવાળા હસમુખ કરશનભાઈ ડાબસરા રહે. વૈયા અને ભરત બાબુભાઈ મકવાણા રહે.વૈયા, તા.બરવાળાને રૂા.૧૦૮૩૦ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ બનાવ અંગે બરવાળા પોલીસ સ્ટેશનમાં ચારેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ભુરાભાઈ ચાવડા હે.કો. બરવાળા પોસ્ટે. ચલાવી રહ્યાં છે.

Previous articleબહેનોને રોજગારી મળે તેવા હેતુથી તાલીમ કેન્દ્રનો કરાયેલો શુભારંભ
Next articleખેડુતવાસમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ ઝડપાયા : ત્રણ ફરાર