એન. એસ. એસ. વિભાગ, વી. પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ અને આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા. ૧૬ને બુધવારે ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવેલ. જેમાં ૧૬૧ વ્યકિતઓએ ભાગ લીધેલ. આ ઉપરાંત વેક્સિનેશન શા માટે વિષય અંતર્ગત ભાવનગરના જાણીતા કવિ અને ફાર્મસીસ્ટ હિમલ પંડયા સાથે માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીનીઓને પોતાને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ પ્રા.હિમલભાઈ દ્વારા કરવામાં આવેલ. વેકિસનેશન કેમ્પ અને પરિસંવાદનું આયોજન એન. એસ. એસ. પ્રો. ઓફિસર નિલેશભાઈ સેતા દ્વારા કરવામાં આવેલ.