ભાવનગર જિલ્લામાં આવેલા તાઉ-તે વાવાઝોડાને એક મહિનો વિત્યા છતાં અનેક ગામોમા અને ખાસ કરી ને વાડી વિસ્તારમાં આજદિન સુધી વીજ પુરવઠો પૂર્વવત નહિ થતા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ આજથી તળાજા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જ્યાં સુધી વીજ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહશે.તળાજાના વાડી વિસ્તારના ૫૦ ટકા જેટલા સ્થળો એ હજુ લાઈટ આવી નથી, વાડી વિસ્તારના લોકોને પાકને પાણી પાવાની તેમજ માલઢોર ને પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે, ભાવનગર જિલ્લાના તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ખેડૂતો ને સાથે રાખી તાકીદે વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે માંગ કરી છે ખેડૂતો નું કહેવું છે કે સરકારે સહાયમાં પણ મજાક ઉડાવી છે. ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ જણાવ્યું છે કે આ અંધેરી નગરીના ગંડું રાજા જેવું છે તાઉ-તે વાવાઝોડાના એક માસ વિત્યા છતાં તળાજા ગામોમાં આવેલ વાડી વિસ્તારોમાં હજી સુધી વીજ પુરવઠો આપી શક્યું નથી, એક માસ તો બહું થઈ ગયો ને હાલ અત્યારે ચોમાસું બેઠી ગયું છે ત્યારે ખેડૂતોને ખેતરોમાં પાણી પાવાની સમસ્યાઓ, માલઢોરને પાણી પાવાની સમસ્યાઓ થઈ રહી છે, જયાં સુધી વીજ પુરવઠો પૂર્વતત નહિ થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે.