૨૧ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે, ભાવનગર શહેર અને જિલ્લામાં લોકો ઘરે રહીને, વિવિધ સંસ્થાઓ દ્વારા ઓનલાઈન, ઓફલાઈન ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ કરવાથી સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે છે એટલે યોગ એ જીવન નો અંગ બની ગયું છે, યોગ કરવાથી માનસિક તેમજ શારીરિક સમતુલન જળવાય છે, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી,
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પતંજલિ સેવા સમિતી દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગર મેયર કીર્તિબેન દાણીધારીયા, કોર્પોરેટર દ્વારા સામુહિક યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી, મેયર જણાવ્યું હતું કે યોગ દરરોજ કરવા જોઈએ જેથી રોગ ને ભગાડી શકાય, યોગથી આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે,
ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ને કારણે લોકો તહેવારોની ઉજવણી કરી શક્યા નથી હાલ આ કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન ઘડાડો જોવા મળી રહ્યો છે જે રાહતના સમાચાર છે, આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ભાવનગરવાસીઓ એ પોતાના ઘરે જ રહી ને કરી હતી, અને યોગ કરવાથી રોગ દૂર થાય છે જીવન માં યોગ નું ખુબજ મહત્વ છે, નાના બાળકો થી માંડીને વયોવૃદ્ધઓએ ઘરે જ રહી ને ઉજવણી કરી હતી,
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભાવનગર એરપોર્ટના ઝ્રૈંજીહ્લ ના જવાનો અને તેમના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટનસ સાથે એરપોર્ટ કેમ્પસમાં ઉજવણી કરી હતી, સીઆઈએસએફના પરિવારજનો દ્વારા પોતાના ઘરે રહી ને ઉત્સાહથી ઉજવણી કરી હતી, આ કાર્યક્રમ દરમ્યાન યોગ્ય સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલ અનુસરવામાં આવ્યા હતા, યુનિટ કર્મચારીઓને તેમના દૈનિક જીવનમાં યોગ અને પ્રાણાયામ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ઈન્ટરનેશનલ યોગ ખેલાડી લક્ષ્મી યાદવની ઉપસ્થિતમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, હાલ કોરોના મહામારી ની સરકારી ની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી, કોરોના વૈશ્વિક મહામારી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે તેવા સમયે કોરોના સામે રક્ષણ મેળવવા ભારતે રસી ની શોધ કરી છે, આ ઉપરાંત અનેક સર્વ ના આધારે આયુર્વેદિક અને યોગથી અસર ઘટાડી શકાય છે તેવા તારણો આવ્યા છે, નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોલેજના હોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
કોરોના રોગચાળો (કોવિડ -૧૯)ને લીધે પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળ ૨૧ મી જૂન ૨૦૨૧ના રોજ ડીવિજનલ રેલ્વે મેનેજર કચેરી ભાવનગર પરાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામાજિક અંતરને પગલે પોતપોતાના ઘરે રહિને “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. મંડળ દ્વારા આયોજિત “વિશ્વ યોગ દિવસ”ના વિવિધ કાર્યક્રમોમાં તમામ સ્ટેશનો, કોચિંગ ડેપો, આરોગ્ય એકમો ને તમામ કર્મચારીઓએ અને રેલ્વે સુરક્ષા દળના જવાનોએ પણ ભાગ લીધો હતો. ડીવિજનલ કચેરીની સૂચના મુજબ તમામ કર્મચારીઓએ ઘરે રહીને યોગની પ્રેક્ટિસ કરી હતી. કેટલાક કર્મચારીઓએ તેમના સંબંધિત કાર્યસ્થળો પર યોગાસન માટે સમય કાપ્યો હતો. મંડળ દ્વારા “વિશ્વ યોગ દિવસ” નિમિત્તે સ્લોગન લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી, જેને કર્મચારીઓ દ્વારા ગૂગલ લિન્ક દ્વારા મંડળ કચેરીમાં મોકલવામાં આવી હતી. આ “વિશ્વ યોગ દિવસ” પર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસણ, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતી, ધ્યાન, સૂર્યાસન વગેરેની સુંદર યોગ કસરતો કરી હતી. યોગ દ્વારા આપણે વિવિધ રોગોથી મુક્તિ મેળવી શકીએ છીએ. સમગ્ર વિશ્વ માં એકસાથે સુમેળ થી યોગાભ્યાસ કરવા માટે ભારત સરકાર ની આયુષ મંત્રાલય દ્વારા પ્રાપ્ત સૂચનાનુસાર સુંદર રૂપે યોગાભ્યાસ કરવામાં આવેલ છે.