ભાવનગર શહેર અને જિલ્લામાં ૧૧૪ સ્થળોએ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

609

આજથી રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે ભાવનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૧૯ ખાતે ઉપસ્થિત રહી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ યોજાઈ રહ્યું છે જેમાં ભાવનગર શહેરમાં ૬૦ સ્થળોએ અને ગ્રામ્યમાં ૫૪ સ્થળો એ સહિત કુલ ૧૧૪ સ્થળોએ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ભાવનગર શહેરમાં મહાદેવનગર શાળા નંબર ૫૪ ખાતે ભાવનગર મેયર કીર્તિબેન દાણીધારીયા અને અને દક્ષિણના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયું હતું અને તેની સાથે તેણે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભાવનગરમાં ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.આ અવસરે ભાવનગર મ્યુ્‌નિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.વલ્લભીપુર કેન્દ્રવતી શાળા ખાતે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો ઉદઘાટન કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં વલ્લભીપુર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા પંચાયત સદસ્યની હાજરીમાં યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ તથા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleશહેરઅને જિલ્લામાં ભીમ અગિયારસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
Next articleએક સમયે રસ્તા પર બેસીને નોરાએ કપડા વેચ્યા હતા