મહુવાનાં સ્ટેશન રોડ પર આવેલ મ્યુનીસીપલ શોપીંગમાં આવેલ ફટાકડાનાં ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બનતાં જેમાં ફટાકડા ફુટવા લગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગને લઈ બાજુમાં આવેલ ગેરેજનાં ત્રણ બાઈક બળીને ખાક થઈ ગયા હતાં.
મહુવા સ્ટેશન રોડ પર મ્યુનીસીપલ શોપીંગમાં દુકાન નં.૧૭૮માં કનુભાઈ નામના વ્યક્તિનું ફટાકડાનું ગોડાઉન આવેલુ છે. સવારનાં સમયે ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બનતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ખાક થઈ ગયા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ બનાવ સ્થળે દોડી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.