ભાવનગરમાં સૌભાગ્યવતી મહિલાઓ સોળે શણગાર સજીને વડની શાસ્ત્રોકત વિધિથી પૂજા કરી

209

જેઠ માસની પૂનમને વડસાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ઘાયુષ્ય માટે વડસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે. જેમાં ભાવનગરમાં આજે વહેલી સવારથી જ્યા વડનું વૃક્ષ હોય ત્યાં મહિલાઓ પૂજા કરતી જોવા મળી છે. કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેર-જિલ્લામાં સૌભાગ્યવતી બહેનો સોળે શણગાર સજીને શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોકત વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દિર્ઘાયુષ્યની મંગલકામના કરવામાં આવી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલાક બહેનો નકોરડા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રતની ઉજવણી કરવામાં આવે છે.અનેક મંદિરોમાં મહિલાઓએ વડસાવિત્રીની પૂજા શાસ્ત્રોવિધિ દ્વારા કરીવડસાવિત્રી નિમિત્તે ભાવનગર શહેર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર, પાનવાડી સ્થિત બિલેશ્વર ધામ, આણંદનગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિર, સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક મંદિરો ખાતે બહેનોએ વડસાવિત્રીની પૂજા શાસ્ત્રોવિધિ દ્વારા કરાવવામાં આવી હતી.સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયાભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ગવાતો આવ્યો છે.

યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. તેથી જ દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે અખંડ સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના જીવનસાથીના લાંબા અને સ્વસ્થ્ય આયુષ્ય માટે વડસાવિત્રી વ્રતને કરવામાં આવે છે.

Previous article૨૯મીએ મહાપાલિકાની કારોબારી મળશે
Next articleમોંઘવારીના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા દેખાવો યોજી આવેદનપત્ર અપાયું