મિલ્કત મામલે સગાં મોટાભાઈના પરિવારે નાનાભાઈને તેની પુત્રી સામે જ રહેસી નાખી ફરાર થયા હતા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગોરીયાળી રામપર ગામે જમીન મામલે ચાલતી જૂની અદાવતે બે ભાઈઓ વચ્ચે ખેલાયેલા ખૂની ખેલમાં નાના ભાઈને મોતને ઘાટ ઉતારી મોટાભાઈનો પરીવાર ફરાર થઈ ગયો હતો આ પરીવારને ઘોઘા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ હવાલે કર્યા હતાં. સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગોરીયાળી-રામપર ગામનાં વતની અને હાલ માલણકા ગામે રહી ખેતી-પશુપાલન થકી ગુજરાન ચલાવતાં લક્ષ્મણ મોહન જાંબુચા ને તેનાં સગા મોટા ભાઈ તેજા મોહન જાંબુચા સાથે ઘણાં વર્ષો થી પિતૃક માલિકીની ગોરીયાળી ગામ સ્થિત જમીનમાં ભાગ મુદ્દે ઝઘડો ચાલતો હોય ગઈ કાલે લક્ષ્મણ તેની પરણીત પુત્રી માયા ને લઈને ગોરીયાળી ગામે આવેલી પોતાના ભાગની જમીનમાં આંટો મારવા ગયાં હતાં એ દરમ્યાન તેજા મોહન તેની પત્ની રતન પુત્રો અશ્વિન, તથા તુલસીએ ઉગ્ર ઝઘડો કરી પુત્રી માયા ની સામે જ પાઈપ લાકડાના ધોકા તથા કુહાડી ના ઘા ઝીકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા આ મુદ્દે મૃતકની પુત્રી એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આથી સમગ્ર પરિસ્થિતિ ને ગંભીરતાથી લઈને ઘોઘા પોલીસ ની ટીમે ગણતરીના કલાકોમાં તમામ હત્યારાઓને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કરી કોટૅ માં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.