જાફરાબાદના બાળાનીવાવ ગામે કાલે સતીમાનો નવરંગો માંડવો

954
guj11418-14.jpg

જાફરાબાદના બાલાનીવાવ ગામે પપ૩ વર્ષનો સચોટ ઈતિહાસ ધરાવતા સતીમાના મંદિરે સતીમાનો નવરંગો માંડવો સતીમાના ભક્તો દ્વારા તા.૧ર-૪ને ગુરૂવારે યોજાશે.
જાફરાબાદના પપ૩ વર્ષ જુનો ઈતિહાસ ધરાવતા ૭ સતીમા તે વખતે વાવમાં પડી દેવ થઈ ગયેલ તે વર્ષ જુનો ઈતિહાસીક સ્થળે સતીમાના ભક્તો દ્વારા સતીમાંનો નવરંગો માંડવો ર૪ કલાકનો યોજાશે. માતાજીના નામ ઉપરથી પપ૩ વર્ષથી ગામનું નામ પણ બાલાનીવાવ પડેલ છે. પપ૩ વર્ષે તે વખતમાં નાગપાલ જશાભાઈ બારોટના ઈતિહાસમાં ચોપડામાંની યાદી સાથે મળેલ છે તે વખતના રાજવી કાઠી ક્ષત્રિયોનું બાબરીયાવાડ રાજ્ય હતું ત્યારે આ બનાવ ધર્મની રક્ષા માટે બની ગયેલ તે સાતેય માતાજીના પરચા હાલ અનેક છે અને શ્રધ્ધાથી રાખેલ દરેક જ્ઞાતિની રાખેલ માનતાયું અહીં પુરી થાય છે તે સાતેય માતાજીના નામ આ પ્રમાણે છે. જેમાં ધાનબાઈમાં જે જાફરાબાદના મંગાભાઈ બારૈયાના કુળદેવી છે. ખારવા સમાજ અહીં પગપાળા ચાલતા આવીને માનતાયું પુરી કરે છે અને મંદિર પણ ખારવા સમાજ દ્વારા બંધાવી આપેલ છે. જેમાં બીજા માતાજીઓમાં રાજલમાં, જીવણીમાં, વીજલમાં, કરણીમાં, દેવલમાં અને વેજલ માતાના ફળા સ્વરૂપે મંદિરમાં તેમજ હાલ બુરાઈ ગયેલ વાવમાં નજરે પડે છે તેમજ હનુમાનજી મહારાજ, કાળભૈરવ મહારાજ વાવની કાઠે બિરાજમાન છે જે તેમજ નવરંગ માંડવાના ભુવા બાલાનીવાવના જગુભાઈ વરૂ, મોમાઈ માના ભુવા, નાગભાઈ બોરીચા, ખોડીયારમાના ભુવા, ભીખાભાઈ ચૌહાણ (કંથારીયા) ચામુંડમાના ભુવા, બચુભાઈ ચૌહાણ, કંથારીયા મેલડીમાના ભુવા, નજુભાઈ ધાખડા કંથારીયા ચામુંડમાના ભુવા ખાસ પધારી સતીમાનો નવરંગો માંડવો દીપાવશે.

Previous article જળ સંગ્રહ વધારવા ગાગડીયા નદી ઉંડી ઉતારવાનું ખાતમુર્હુત
Next article વડિયા તાલુકાના ૪૪ ગામડાઓના જનસેવા કેન્દ્રનો દબદબાભેર પ્રારંભ