ભાવનગર શહેરનાકુંભારવાડા વિસ્તાર નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર

448

ભાવનગર શહેરની નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી સંસ્થાએ શરૂઆત થીજ વિનામૂલ્યે વિવિધ રોગો ના કેમ્પ,પ્રાથમિક શાળા માં વિવિધ ભાવનગર શહેર ના કુંભારવાળા વિસ્તારમાં સામાજિક, શેક્ષણિક અને આરોગ્ય લક્ષી તેમજ માત્ર માનવ સેવા ના હેતુથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી હતી.સંસ્થા એ શરૂઆત થી જ વિનામૂલ્યે વિવિધ રોગોના કેમ્પ,પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ, જન જાગૃતિ કાર્યક્રમ,સ્વચ્છતા અભિયાન,અને વૃક્ષા રોપણ જેવા લોકહિત અર્થેની પ્રવૃત્તિનો આરંભ કર્યો.સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષ થી માંદગીથી પીડાતાં દર્દીઓ માટે ઓર્થોપેડિક સાધનો વિનામૂલ્યે (ડીપોઝીટ)થી વાપરવા આપે છે તેમજ દેશના મહાન ક્રાંતિકારી અને મહા પુરૂષોના જન્મ અને શહીદ દિવસે તેમની પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજવામાં આવે છે.બાળકો અને યુવાનોને ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન માટે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરી તેમના માં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્નો કરે છે.તેમજ યોગ દિવસ અને સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમો તેમજ યાત્રાળુઓ માટે ઠંડા પીણાંની વ્યવસ્થા અને તેમની સુરક્ષા માટે રેડિયમ સ્ટીકર લગાવવાની સેવા કાર્યો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.લોકડાઉન દરમિયાન (ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯) કોરોના વાઇરસ જેવા રોગોની જાગૃતિ માટે ઓનલાઈન સ્પર્ધા,જરૂરિયાત મંદ પરિવારને કીટ વિતરણ, તથા સતત એક માસ સુધી ઉકાળો વિતરણ કરી લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરેલ. આવનારા દિવસોમાં લોકહિત માટે અને લોકોને મદદરૂપ થવા અર્થે આ સેવાકીય રથને વેગ મળે તે માટે સંસ્થા ના સ્થાપક શ્રી શશીભાઈ સરવૈયા(૯૯૭૪૩૦૧૦૪૯) લોકો ને સંસ્થા માં જોડાવા અપીલ કરે છે.

Previous articleઅભિનેત્રી રવીના ટંડન ડાન્સ દિવાને ૩ના સેટ પર પહોંચી
Next articleપાળીયાદના બાબરકોટ ગામ પાસે શાળાનું ખાતમુર્હુત કરાયું