ભાવનગરની મેઈન બજારમાં યુવાનની હથિયારના ઘા જીકી હત્યા કરાતા મેઈન બજારમાં સોપો પડી જવા પામ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ નામના યુવાનની શહેરની મેઈન બજાર, હિંમતભાઈ પુરીશાકવાળા ખાંચામાં કોઈ અજાણ્યા શખ્સો હથિયારો સાથે ઘસી આવી ગોપાલની ઉપર હુમલો કરી તેની હત્યા કરવામાં આવતા મેઈન બજારમાં સોપો પડી જવા પામ્યો હતો.આ ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી. ગંગાજળીયા પોલીસ, એલ.સી.બી. સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મરનાર યુવાનનો આજે જન્મદિવસ હોવાનું જાણવા મળેલ છે. જન્મદિવસે જ યુવકની હત્યા થતા પરિવારજનોમાં શોક સાથે આઘાતની લાગણી પ્રસરી જવા પામી છે.ભાવનગર ડીવાયએસપી સૈયદ દ્વારા જણાવ્યું હતું કે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ચતુર મેહતા ની ગલી પાસે યુવાનની હત્યા થઈ છે, આ બનાવનું પ્રાથમિક કારણ જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવા બેઠા એમાંથી કાઈ ઝઘડો થયો એમાંથી બોલાચાલી માંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી આ હત્યા નો બનાવ બનેલ છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.