કોરોના ગયો તેવા ભ્રમમાં ન રહેતા, કોરોના એ બહુરૂપિયાની જેમ રૂપ બદલીને સામે આવે છે, સંઘર્ષ બાદ મળેલી સફળતાનો આનંદ અનેરો હોય છે : મેં અને મારી માતાએ બંને ડોઝ લઈ લીધા, તમે પણ વેક્સિન લોઃ મોદી : રસી ન લેવી જોખમી છે, અફવાઓથી દૂર રહોઃ મોદીના મનની વાત
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જૂન મહિનાના આજે છેલ્લો રવિવાર હોવાથી, સવારે ૧૧ વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. મન કી બાતના ૭૮માં કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટોકયો ઓલિમ્પિક રમતોત્સવમાં જનારા ખેલાડીઓને, સોશિયલ મીડિયામાં ચિયર ફોર ઈન્ડિયા હેશટેગ સાથે પ્રોત્સાહીત કરવા જણાવ્યુ હતું. તો કોરોના રસી અંગે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં જે ભ્રમણા ફેલાઈ છે તે દૂર કરીને લોકો રસી લે તેવુ વાતાવરણ સર્જવા અપીલ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આગામી પહેલી જુલાઈએ નેશનલ ડોકટર દિવસ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. ચોમાસુ ઋતુમાં જળસંચયના કાર્યોને પ્રોત્સાહન આપીને વધુને વધુ માત્રમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી કામગીરી હાથ ધરવા જણાવ્યુ હતું. વેક્સિન અંગે ફેલાતી અફવા ઉપર ધ્યાન ના આપવા અપિલ કરતા વડાપ્રધાને કહ્યુ કે, કોરોના એ બહુરૂપિયા જેવી બિમારી છે. આ બિમારીથી બચવા માટે બે રસ્તા છે. એક રસ્તો તેની ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવા અને બીજો રસ્તો કોરોનાની રસી લેવા માટે કહ્યુ. લોકોના મનમાં ઘર કરી ગયેલા ડરને દૂર કરવા ગ્રામ્યજનોને અનુરોધ કર્યો હતો. અફવા – જુઠ્ઠાણા ફેલાવનારાઓને રોકો. આ કામમાં મહિલાઓને વધુને વધુ જોડીને રસીકરણની કામગીરીને તેજ કરવા અનુરોધ કર્યો હતો. કોરોનાની વેક્સિન અગે એક સમયે વિચાર હતા કે ક્યારે વેક્સિન આવશે. પણ આજે લાખો લોકો વેક્સિન લઈ રહ્યાં છે. વેક્સિન માટે અનેક સામાજીક આગેવાનો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. કોરોનાની વેક્સિન અંગે ગ્રામ્યજનોમાં ફેલાયેલી ભ્રમણા દુર કરવા મધ્યપ્રદેશના દુલારીયા ગામના લોકો સાથે વા કરતા વડાપ્રધાને કહ્યુ કે, ૩૧ કરોડ લોકોએ વેક્સિન લીધી છે. મારી માતા ૧૦૦ વર્ષના છે તેમણે પણ વેક્સિન લીધી છે. ૧૮ વર્ષથી મોટી ઉમરના લોકોને, સરકાર દ્વારા અપાતી વિનામૂલ્યે વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ફ્લાઈગ શીખ મિલ્ખાસીંગના નિધન અંગે દુખ વ્યક્ત કરતા દેશના યુવાનોને ઓલિમ્પિક રમતોત્સવ અંગેને ક્વિઝમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાને મિલ્ખાસીગ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. દ્બઅર્ખ્તદૃ એપ ઉપરની ઓલિમ્પિક રમતોત્સવ અંગેની ક્વિઝમાં ભાગ લેવા કહ્યુ . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચોમાસામાં જળસંગ્રહની પ્રવૃતિને પ્રોત્સાહીત કરવા આ પ્રકારની કામગીરી કરનારાઓનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આકામગીરીથી જળસંચય સારી રીતે થાય છે.ખેડૂતોને પાણી હોવાથી લાભ થઈ રહ્યો છે. જ્યા પણ જે રીતે પાણી બચાવી શકાય તે રીતે પાણી બચાવવું જોઈએ.આગામી ૧ જુલાઈએ નેશનલ ડોકટર દિવસ ઉજવીશુ. બી સી રોયના સન્માનમાં, આ ઉજવાતો આ દિવસ કોરોનાના કાળમાં ડોકટરોએ તેમના જીવની ચિંતા કર્યા વિના દર્દીઓની સારવાર કરી છે. આથી આ વખતે આ નેશનલ ડોકટર દિવસ મહત્વનો બની રહે છે. આપણી જવાબદારી છે ડોકટરોની હિમત વધારે, તેમની કામગીરીને પ્રોત્સાહીત કરે. શ્રીનગરના ડલ સરોવરમાં બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. આ દિવસે ચાર્ટડ એકાઉન્ટ દિવસ પણ ઉજવાય છે. અર્થતંત્રમાં મહત્વનુ યોગદાન આપવામાં આવ્યુ છે.