ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

535

ગુજરાતમાં ગૌ હત્યાનો કાયદો કાગળ પર જ દરરોજ સેંકડો ગૌ માતાની હત્યા કરવામાં આવે છે
ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા તથા સમગ્ર દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે “એકતા એજ લક્ષ્ય સંગઠન” ના સભ્યો દ્વારા ગાયોના ટોળાં સાથે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એવી માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો અમલમાં લાવી તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે. ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે દેશની સો કરોડની જનતા અને ભારત હિંન્દુ રાષ્ટ્ર છે ત્યારે હિંદુ ધર્મમાં ગાયનું વિશેષ મહાત્મ્ય ધરાવે છે. પ્રત્યેક હિંદુ ધર્મ ગ્રંથોમાં ગાયમાતા વિશે અનેક કથાઓ મોજુદ છે. કરોડો લોકોની આસ્થા ગૌમાતા સાથે સંકળાયેલી છે ત્યારે આ રાષ્ટ્રમાં ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો અમલમાં લાવવો જ જોઈએ ગાયનું દૂધ,ગૌમૂત્ર આયુર્વેદમાં અનેરું મહત્વ ધરાવે છે ચિકિત્સા પધ્ધતિ માં ઉપયોગ કરવામાં આવે છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ ગૌમાતા વિશે પ્રમાણ આપી મહત્તાને સ્વિકારી ચૂક્યું છે ત્યારે અને ગાયમાતા માં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે, આમ છતાં કસાઈયો હિંદુ ધર્મની ગાય માતા પર અત્યાચાર ગુજારે છે. હત્યાઓ કરી હિન્દુ ઓને પડકાર ફેકે છે. આથી કેન્દ્ર સરકારે ગૌ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં મૂકવો જ જોઈએ. ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે પરંતુ માત્ર કાગળ પર કારણકે દરરોજ સેંકડો ગૌવંશોની બે રોકટોક હેરાફેરી તથા કતલખાને ધકેલવામાં આવે છે. દરરોજ સમગ્ર રાજ્યમાં ઠેકઠેકાણેથી અબોલ ગૌવંશો સાથેના વાહનો જીવદયા પ્રેમીઓ ઝડપે છે. પોલીસ કે સરકાર કશું કરતી નથી.આથી આ કાયદો કડક બનાવવામાં આવે અને દેશમાં ગૌહત્યાનો ધારો લાગું કરી કડક અમલ કરવામાં આવે આ માટે સંગઠન ગમે તે હદ સુધી જશે અને ઉગ્ર આંદોલનની ફરજ પડશે તો એ પણ કરશે અને એ માટે જવાબદાર સરકાર રહેશે.

Previous articleતળાજાના ખેડૂતોને બે-ત્રણ દિવસમાં વીજળી મળી જશે તેવી તંત્ર દ્વારા ખાત્રી અપાતા આંદોલન પૂર્ણ
Next articleભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર નારી નજીક રોડનું ધોવાણ, પુલ પાસે રોડપર મોટો ખાડો પડ્યો