વૈષ્ણોદેવી સર્કલથી આઇશરમાં ૩૮ પશુને લઇ જતા ત્રણની ધરપકડ 

829
gandhi11418-4.jpg

જિલ્લાનાં માર્ગો પર પશુઓને હેરફેર વિપુલ પ્રમાણમાં થઇ રહી છે. ત્યારે એસપીસીએ સંસ્થાનાં કાર્યકરોએ વૈષ્ણોદેવી સર્કલેથી આઇસરમાં ક્રુરતાપુર્વક બાંધીને લઇ જવાતા ૩૮ પાડાઓને પોલીસની મદદથી મુક્ત કરાવીને અડાલજ પોલીસ સ્ટેશનમાં ૩ શખ્સો સામે એનીમલ ક્રુએલ્ટી પ્રિવેન્શન એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લાનાં માર્ગો પર પશુઓને હેરફેર વિપુલ પ્રમાણમાં થઇ રહી છે. ઘણા વાહનો કાયદેસર તો ઘણા નિયમોનો ભંગ કરીને તથા ચોરીનાં પશુઓની હેરફેર કરી રહ્યા છે. ત્યારે એસપીસીએ સંસ્થાનાં કાર્યકરોએ વૈષ્ણોદેવી સર્કલેથી આઇસરમાં ક્રુરતાપુર્વક બાંધીને લઇ જવાતા ૩૮ પાડાઓને પોલીસની મદદથી મુક્ત કરાવીને અડાલજ પોલીસ સ્ટેશનમાં ૩ શખ્સો સામે એનીમલ ક્રુએલ્ટી પ્રિવેન્શન એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અડાલજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી (એસપીસીએ)નાં સભ્ય અશોકભાઇ જગદીશભાઇ મકવાણા, નિલેશ જૈન, પ્રેમકિશોર દિક્ષીત તથા પ્રતિક રાજગોર સ્વીફ્‌ટ તથા બોલેરો સાથે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળ લાકડાનાં પાટીયા મારેલુ આઇસરમાં પશુઓ ભર્યા હોવાનું લાગતા આઇસરને ઓવરટેક કરીને રોકાવી ટ્રકમાં જોતા ૩૮ જેટલા ભેસોનાં ભાડા એકદમ ટુંકા દોરડાથી હલીચલી ન શકે તે રીતે ક્રુરતાપુર્વક બાંધેલા જોવા મળ્યા હતા.નિયમ પ્રમાણે પાણી કે ચારાની પણ વ્યવસ્થા નહોતી. 
પોલીસ કંટ્રોલમાં જાણ કરતા અડાલજ પોલીસની પીસીઆર દોડી ગઇ હતી અને આઇસર સાથે પોલીસ સ્ટેશન લાવી હતી. આઇસર ચાલક અયુબ મહેમુદ ભાઇ સીંધી (રહે નવી કોર્ટ, ખેરાલુ, મહેસાણા) તથા અન્ય બે શખ્સો કાળુખાન આલમખાન સીંધી (રહે ખોખા, ભીનમાલ, ઝાલોર, રાજસ્થાન) તથા સલમાન ખાન સીકંદરખાન પઠાણ સામે અશોકભાઇ મકવાણાએ એનીમલ ક્રુએલ્ટી પ્રિવેન્શન એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવતા અડાલજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous article દહેગામ તાલુકાના સામેત્રી અને રામનગર ગામનો આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ
Next articleઓપન એર થીયેટર માટે લાખોનો ખર્ચ પણ જાળવણીના અભાવે બિસ્માર