જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલાની તપાસ કરશે દ્ગૈંછઃ ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી

228

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી/જમ્મુ,તા.૨૯
જમ્મુમાં શનિવારે રવિવારે રાત્રે એરબેઝ પર થયેલા ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે બે નાના ધમાકા થયા હતા.સુરક્ષા એજન્સિઓ આ મામલાની તપાસ આતંકી એન્ગલથી પણ કરી રહી છે. પરંતુ ઘટનામાં ૪૮ કલાક બાદ પણ ડ્રોન્સને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી મળી. એવામાં હવે આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ ટૂંક સમયમાં જ આ મામલામાં કેસ દાખલ કરી શકે છે. જ્યાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવશે. એવો શક છે કે ડ્રોન એટેક પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર સોમવારે મોડી રાતે લગભગ ૨.૩૦ વાગે ડ્રોન જોવા મળ્યું હતું. જે થોડીવાર બાદ ગાયબ થઈ ગયું હતું. સુરક્ષાબળોનું આ ડ્રોન કુંજવાની, સુંજવાન અને કલચૂક વિસ્તારની પાસે જોવા મળ્યું છે. આર્મીને મોડી રાતે આ ડ્રોનની જાણકારી મળી હતી. પહેલું રતાનુચેકમાં રાતે ૧.૦૮ વાગે, કુંજવાનીમાં ૩.૦૯ વાગે અને કુંજવાનીમાં સવારે ૪.૧૯ મિનિટે ડ્રોન જોવા મળ્યું. સેનાની તરફથી કોઈ ફાયરિંગ કરાયુ નથી પણ તપાસ ચાલુ છે. ડ્રોન ઉંચાઈ પર હતું એટલે ૩ જગ્યાઓએથી જોઈ શકાતું હતું. એજન્સી તપાસ કરી રહી છે કે આ એક જ ડ્રોન હતું કે પછી ૩ અલગ ડ્રોન હતા.જમ્મૂ કશ્મીરમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર શનિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. જે મામલે એક આંતકીની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ ડ્રોનની મદદ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જમ્મૂમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત ૫ મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. આ વાતની જાણ થયા બાદ એનઆઈએની ટીમ તપાસ માટે એરફોર્ટ સ્ટેશન પોહચી ચુકી છે. સમગ્ર મામલે જમ્મૂ-કશ્મીર પોલીસે યુપીએ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ બ્લાસ્ટમાં બે લોકો સામાન્ય ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

Previous articleમોર્ડના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે શિપ્લાને DCGIની મંજૂરી
Next articleભાવનગર શહેરમાં ફ્લાઈઓવર-સિક્સલેનના કામમાં નડતરરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા