(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૩૦
રિયા ચક્રવર્તીઅ એક સુંદર સેલ્ફી શેર કરી છે. આ તસવીર તેણે નવી શરૂઆતનાં રૂપમાં શેર કરી છે. એક્ટ્રેસે તેનાં ફેન્સને પ્રેરિત કરવા માટે તસવીર ની સાથે મેસેજ પણ લખ્યો છે. તેણે આ સેલ્ફી તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પર શેર કરી છે. તેની સાથે એક પ્રેરણાદાયક સંદેશ પણ લખ્યો છે. ફોટોમાં જોઇ શકાય છે કે, રિયાએ ફ્લોરલ એમ્બ્રોડરીની સાથે કાળા રંગનું ટોપ પહેરેલું છે. એક્ટ્રેસે તેનાં લૂકને હૂપ ઇયરિંગ્સથી પૂર્ણ કર્યો છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, ’વધો અને શાઇન કરો. જાહેર છે કે, તે એક નવી શરૂઆતનાં સંકેત આપી રહી છે. એક્ટ્રેસ ગત વર્ષે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ હતી. રિયાએ શેર કરેલી તસવીરમાં તેણે ઘણો ઓછો મેકઅપ કર્યો છે જેમાં તે ઘણી જ સુંદર દેખાઇ રહી છે. તે છેલ્લાં થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. નિયમિત રૂપથી ફેન્સ માટે પોસ્ટ શેર કરતી રહે છે. ફાધ્સ ડે પર રિયાએ તેનાં પિતા સાથે એક તસવીર શેર કરી હતી જેમાં તેણે એક સુંદર નોટ લખી હતી. અને કેપ્શનમાં લખ્યું હતું કે, ’પાપાને હેપી ફાધર્સ ડે. તો આ પહેલાં રિયાએ તેનાં ઇનસ્ટાગ્રામ પર સુશાતં સિંહ રાજપૂતની વરસી પર પણ એક ભાવૂક કરતી પોસ્ટ શેર કરી હતી. આ તસવીર શેર કરતાની સાથે જ વાયરલ થઇ ગઇ હતી. જેમાં તેણે લખ્યું હતું કે, તે આજે પણ તેની આસપાસ હોય તેમ તેને લાગે છે. તે તેને ઉપરથી ગાઇડ કરે છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં રિયાએ બ્રિટની સ્પીયર્સનું સમર્થન દર્શાવતી તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી શેર કરી હતી.
જેમાં તેણે લખ્યું હતું.