વિકાસ કાર્યોમાં પક્ષપાતને અગ્રતા અપાતી હોવાની રાવ
ભાવનગર મહાપાલિકા ની સાધારણસભા માં વિવિધ વિકાસ કાર્યો ને લઈને વિપક્ષી સભ્યોએ આક્ષેપો-પ્રતિ આક્ષેપો થકી શાસકો ને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો હાલમાં ચાલી રહેલ સિક્સલેન રોડ તથા ફલાઈઓવર બ્રિજ મામલે દુર કરાતાં દબાણો અંગે વ્હાલા દવલાની નિતી અખત્યાર કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો આ સભામાં ૧૧ ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં પ્રથમ ફલાઈઓવર બ્રિજ સાથે સિક્સલેન રોડ નિર્માણ નું કાર્ય ચાલુ છે આ કામ દરમ્યાન વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થઈ રહ્યો છે જે મુદ્દો વિપક્ષના જયદિપસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો એ સાથે એવું પણ જણાવ્યું હતું કે રોડ માટે જરૂરી જમીન સંપાદન મુદ્દે પણ ખોટી માહિતી આપવામાં આવી હતી હાલમાં પણ જમીન સંપાદન મુદ્દે અસંમંજસતા ની ભરમાર મૌજુદ છે આ અંગે કમિશ્નર મૂકૂલ ગાંધી એ દરમ્યાનગીરી કરી જણાવ્યું હતું કે મહાનગરપાલિકા એ દરખાસ્ત કરી કલેકટર ને મોકલી આપવાની હોય છે અને કલેક્ટર રાજ્ય ના મહેસૂલ વિભાગને મોકલે છે અને સરકાર એડિશનલ કલેક્ટર દરજ્જાના અધિકારી ની નિમણૂંક કરે છે રેલ્વે વિભાગ ડાઈવઝૅન માટે જમીન ન ફાળવે તો જેવા સાથે તેવા જેવો વ્યવહાર કરી રેલ્વે ની ઓફીસોનો વેરો બાકી છે એ ઓફીસોને સીલ કરી પાણી બતાવવા હાકલ કરી હતી પરંતુ સિટી એન્જિનિયર એ જણાવ્યું હતું કે કમિશ્નર તથા ડીઆરએમ વચ્ચે મિટિંગ થઈ હતી આથી આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય થઈ જશે ભરતબુધેલીયા એ શાસકપક્ષ વિરુદ્ધ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે રોડ ના કામોમાં ભેદભાવ દાખવવામાં આવી રહ્યો છે કાળીયાબિડ વિસ્તારમાં જે ખર્ચ બિલ્ડર લોબીએ કરવાનો હોય એ ખર્ચ મહા.પા કરી રહ્યું છે જે પૈસા પ્રજાના છે એ પૈસા નો ઉપયોગ લઘુમતી વિસ્તારમાં રોડના કામોમાં વપરાતાં નથી ભાજપના સભ્યો બિલ્ડરોને બહુવિધ લાભો થાય એવા કામ શાસકપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યાં છે ભરતભાઇ ના આક્ષેપો નો જવાબ આપતાં ધીરુભાઈ ધામેલીયા એ જણાવ્યું કે કામોમાં કોઈ પક્ષપાત થતો નથી દરેક વોર્ડમાં રસ્તાના કામો થાય જ છે આ ઉપરાંત કોંગી નગરસેવક કાંતિભાઈ ગોહિલે પણ સણસણતા મુદ્દાઓ ઉઠાવ્યા હતાં આ સાથે વિપક્ષના દેકારા વચ્ચે કુલ ૧૧ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી જે પૈકી ત્રણ એજંન્ડાઓ ને અધ્યક્ષસ્થાને થી મંજૂર કરવામાં આવ્યાં હતાં.