(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૧
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોની બબીતા જી એટલે કે મુનમુન દત્તા છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ચાલી રહી છે. થોડાક દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા મુનમુન દત્તા દ્વારા કથિત રીતે કરેલી જાતિવાદ ટિપ્પણી પછી દેશના ઘણા રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સ્થાને ટ્રાન્સફર કરવાની માંગ થઇ રહી હતી. જે પછી સુપ્રીમ કોર્ટથી અભિનેત્રીને રાહત મળી છે. આ બધાની વચ્ચે તેણે હાલમાં જ ઇંસ્ટાગ્રામ પર રેમ્પ વોક કરતો એક વીડિયો શેર કર્યો છે. મુનમુન દત્તાએ હાલમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે. શેર કરેલા વીડિયોમાં અભિનેત્રી ગ્રીન કલરના ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળે છે. વીડિયો પછી મુનમુને બેક ટૂ બેક પ્રશંસકોને ઇમ્પ્રેસ કરવાવાળી તસવીર પણ શેર કરી છે. મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે હોટ અંદાજમાં સ્લો-મો ક્લિપમાં, પોતાના મોડલ વોકને દેખાડતી જોવા મળે છે. આસપાસનો નજારો જોઈને એવું લાગે છે કે આ કોઇ રેસ્ટોરન્ટ છે. હાઇ સ્લિટ ગ્રીન કલર રંગના ગાઉનમાં મુનમુન ઘણી મોહક લાગી રહી છે. તેણે શેર કરતા કેપ્શનમાં લખ્યું કે થોડા રનવે મૂમેન્ટ. આ વીડિયો પર પ્રશંસકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. મુનમુન દત્તા ૨૦૦૮થી તારખ મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ઐયરની ભૂમિકા ભજવી રહી છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોસ્ટથી એન્ટરટેઇન કરે છે.