ભાવનગર રેડક્રોસની સેવાઓને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ

221

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરી બેન દવેના હસ્તે બેટી બચાવો અને સેવાઓના પ્રચાર અભિયાનનો આરંભ કરાયો
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા ની વિવિધ સેવાઓ ને ધ્યાન માં રાખી ને રેડક્રોસ રાજ્ય ના ઉપ પ્રમુખશ્રી અને રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની તાજેતર ની ભાવનગર મુલાકાત દરમ્યાન તેમનું સ્વાગત રેડક્રોસ ના પદાધિકારીઓ દ્વારા કરવા માં આવ્યું હતું સાથે રાજ્ય ના મહિલા અને બાળ વિભાગ ના મંત્રીશ્રી વિભાવરીબેન દવે નું સ્વાગત પણ કરવા માં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રેડક્રોસ ની વિવિધ સેવાઓ અને ખાસ કરીને કોરોના સમય ની સેવાઓ માટે રેડક્રોસ ને અભિનંદન આપ્યા હતા. રેડક્રોસ ના બેટી બચાવો,બેટી પઢાઓ અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન નો આરંભ મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને મંત્રીશ્રી વિભાવરીબેન દવે દ્વારા કરાવવા માં આવ્યો હતો સાથે અંગદાન અને ચક્ષુદાન, દેહદાન ની રેડક્રોસ ની સેવાઓ ની સરાહના પણ તેમણે કરી હતી સહકાર માં રિનલ ફાઉન્ડેશન ના અંગદાન અભિયાન પ્રચાર સેવા ને પણ ખુલ્લી મુકવા માં આવી હતી. મંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રેડક્રોસ ભાવનગર ની સેવાઓ ની માહિતી મેળવી હતી અને અભિનંદન પાઠવવા માં આવ્યા હતા. આ અભિયાન માં રેડક્રોસ રાજ્ય શાખા અને ભાવનગર જિલ્લા શાખા ના વાઇસ ચેરમેન એડવોકેટ સુમિતભાઈ ઠક્કર, ભાવનગર શાખા ના ચેરમેન ડો.મિલનભાઈ દવે, સેક્રેટરીશ્રી વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી,વિનયભાઈ કામળિયા વગેરે જોડાયા હતા.

Previous articleરવિવારની રજા માણવા ફરવાલાયક સ્થળો અને બજારોમાં ઉમટી પડતા નગરજનો
Next articleભાવનગરમાં ૭.૧૯ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી