વાવાઝોડામાં તૂટી પડેલ વિજ પોલને હટાવવામાં આળસ કરતું PGVCL

205

ગંગાજળિયા તળાવ પાસે પડેલ વિજપોલથી અકસ્માત સર્જાવાની ભીતિ પ્રબળ બની
ભાવનગર શહેર ના વડવા વોશિંગઘાટ થી જશોનાથ સર્કલ તરફ જવાનાં રોડપર ગંગાજળિયા તળાવ પાસે થોડા સમય પૂર્વે આવેલ તાઉતે વાવાઝોડા દરમ્યાન વિજપોલ તથા ગ્રીલ ધરાશાયી થઈ હતી જે પીજીવીસીએલ દ્વારા આજદિન સુધી હટાવવામાં ન આવતા વાહન-ચાલકો, રાહદારીઓ માં તંત્ર સામે પ્રબળ રોષ ફેલાયો છે.શહેર-જિલ્લા માં પીજીવીસીએલ તંત્ર ની સેવાઓ કથળી છે તંત્ર ની સર્વિસ ને લઈને લોકો ના મનમાં અસંતોષ સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યો છે ત્યારે આ બેદરકાર તંત્ર ની અક્ષમ્ય બેદરકારી નો વધુ એક નમૂનો જોવા મળી રહ્યો છે શહેરના ગંગાજળિયા તળાવથી જશોનાથ સર્કલ તરફ જવાના રોડપર તાઉતે વાવાઝોડા દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલ લોખંડના વિજપોલ- વિજપોલ રક્ષણ કરતી ગ્રીલ સહિતનો ભંગાર ઘણાં સમયથી રોડ તટે સડી રહ્યો છે આ ભંગાર ને પગલે વાહન ચાલકો રાહદારીઓ ને તકલીફ પડી રહી છે આ ભંગાર હટાવવા જાગૃત નાગરિકો દ્વારા તંત્ર ને અવારનવાર રજૂઆતો કરી છે છતાં આળસુ તંત્ર એ આ મુદ્દે આજસુધી કોઈ જ તસ્દી લીધી નથી જેને પગલે લોકો માં રોષ વ્યાપ્યો છે લોકો માં થતી ચર્ચા મુજબ ટ્રાફિક પોલીસને નો પાર્કિંગ માં પાર્ક કરેલ વાહનો જપ્ત કરવાની અને દંડ વસુલવાની સત્તા ધરાવે છે તો શું ટ્રાફિક માટે બાધારૂપ પીજીવીસીએલ નો ભંગાર શા માટે ધ્યાનમાં નથી આવતો…? એવાં સવાલો લોકો કરી રહ્યાં છે.

Previous articleહથિયારો સાથે ૩ રીઢા ગુનેગારો ઝબ્બે
Next articleવલ્લભીપુર સરકારી કોલેજની પરત ગયેલી ગ્રાન્ટ પુનઃ મંજૂર કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી