(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
દેશમાં ટિ્વટર નવા આઈટી નિયમોને લઈને મનમાની કરી રહ્યું છે. ગત રોજ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ટિ્વટર નવા આઈટી નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેવામાં આજે હાઈકોર્ટમાં ટિ્વટરે કબૂલ્યું છે કે તેણે નવા આઈટી નિયમોનું પાલન કર્યું નથી. જેના પર હાઈકોર્ટ ખફા થતાં સરકાર અને ટિ્વટરને સાફ શબ્દોમાં કહ્યું કે, હવે અમે ટિ્વટરને કોઈ પ્રોટેક્શન આપી શકતા નથી. સરકાર ટિ્વટરની સામે કોઈપણ એક્શન લેવા સ્વતંત્ર છે.દેશમાં નવા આઈટી નિયમો લાગુ થયા બાદ હજુ સુધી ટ્વીટરે ફરિયાદ અધિકારીની નિયુક્તિ ન કરવા પર ટિ્વટરની સામે દિલ્હી હાઈકોર્ટમાં અમિત આચાર્યએ અરજી કરી હતી. તેની સુનાવણી પણ કોર્ટે કેન્દ્રને પુછ્યું કે શું ટિ્વટર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તો તેના પર કેન્દ્ર સરકાર હામાં જવાબ આપ્યો હતો. જે બાદ ટિ્વટર તરફથી વકીલે પણ માન્યું કે અમે આઈટી રૂલ્સનું પાલન કર્યું નથી.હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે, શું તમે કહી રહ્યા છો કે ટિ્વટર નિયમોનું પાલન કરી રહ્યું નથી. તેના પર કેન્દ્ર કહ્યું કે હા. અને આ વાતની સહમતિ ટિ્વટરે પણ ભરી હતી. જે બાદ હાઈકોર્ટે ટિ્વટરને કહ્યું કે, તમે કોર્ટને ખોટી જાણકારી આપી છે. કોર્ટે કહ્યું કે, તેમના રાજીનામા બાદ તમે અન્ય કોઈ વ્યક્તિને નિયુક્ત કરી શકતા હતા. તેના જવાબમાં ટિ્વટરે કહ્યું કે, અમે નવા અધિકારીની નિયુક્તિ કરવા જઈ રહ્યા છીએ. તેના પર ફટકાર લગાવતાં કોર્ટે કહ્યું કે, આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે? જો ટિ્વટરને લાગે છે કે તે પોતાની મરજીથી જેટલો સમય લેવા માગે છે તેટલો લઈ શકે થે તો અમે તે થવા દઈશું નહીં. સાથે જ કોર્ટે ટિ્વટરના વકીલને કહ્યું કે, તમે પોતાના ક્લાયન્ટને પુછીને જણાવો કે ફરિયાદ અધિકારીની નિયુક્તિમાં હજુ કેટલો સમય લાગશે.હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ૨૬ ફેબ્રુઆરીના નોટિફિકેશન મુજબ ૩ મહિનાનો સમય ભૂલ સુધારવા માટે આપ્યો હતો. પણ દોઢ મહિના બાદ પણ ટિ્વટરે સુધરવાની દિશામાં કોઈ પહેલ કરી નહીં તો અમારે કાર્યવાહી કરવી પડી.તેના પર કોર્ટે કહ્યું કે, હવે અમે ટિ્વટરને કોઈ પ્રોટેક્શન આપી શકતા નથી. કેન્દ્ર સરકાર ટિ્વટરની સામે કાર્યવાહી કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર છે. કેમ કે ટિ્વટરને ભારતમાં જો પોતાનું કામ કરવું છે તો તેમને ખબર હોવી જોઈએ કે કેવું વર્તન કરવું છે.