વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર અને સરકારી વિભાગો ખડેપડે ઉભા રહ્યા હતા. પોતાના જીવના જોખમે નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ કર્મચારીઓનું કોવિડ-૧૯ સંક્રમણના લીધે અવસાન થાય તેવા કિસ્સાઓમાં સંવેદનશીલ રાજ્ય સરકારે કરચારીઓના આશ્રિતોને રૂ.૨૫ લાખની સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ હતી. કોરોનાની બંને લહેરોમાં બોટાદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા માટે નિરંતર કાર્યશીલ અને સતત સેવામગ્ન રહેનાર પોલીસ વિભાગની લોકડાઉન દરમ્યાન અને કોરોનાની બીજી લહેર વખતે ઉત્કૃષ્ટ કામગીરી રહેલ છે, પરંતુ પોતાની ફરજ બજાવતી વખતે કોરોના વાયરસથી સંક્રમિત થતા બોટાદ જિલ્લા પોલીસ પરીવારના ત્રણ ઝાબાજ પોલીસ કર્મચારીઓના દુઃખદ અવસાન થયેલ હતા. બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા અવસાન પામેલ ત્રણ પોલીસ કર્મચારીઓ સુનિલભાઇ મોહનભાઇ વાળા, પોલીસ કોન્સ, પાળીયાદ પો.સ્ટે. તથા ઇશ્વરચંન્દ્ર નાથાજી સડાત, એ.એસ.આઇ. બોટાદ પો.સ્ટે. તથા પ્રવિણસિંહ બનેસિંહ પરઘવી, એ.એસ.આઇ. હેડ ક્વાર્ટરના આશ્રિતોને સરકાર દ્વારા જાહેર કરેલ રૂ.૨૫ લાખની સહાય અંગેની દરખાસ્તો પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અંગત રસ દાખવી વડી કચેરીને મોકલવામાં આવત, સરકાર દ્વારા ઉક્ત દરખાસ્તો સમયસર મંજુર કરવામાં આવેલ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગર નાઓની કચેરી દ્વારા ઉક્ત મર્હુમ કર્મચારીઓના આશ્રિતોને ચુકવવાના સહાયના ચેક પોલીસ અધિક્ષક બોટાદને મોકલી સન્માનપુર્વક તેમના આશ્રિતોને ચુકવવા જણાવવામાં આવેલ. જેથી આજરોજ બોટાદ ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને રૂ.૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ અશોક કુમાર, ૈંઁજી, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓના અધ્યક્ષસ્થાને પોલીસ પરીવારની હાજરીમાં યોજાયેલ હતો.