ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચો ગૂજરાત પ્રદેશની સૂચના મુજબ અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે તારીખ ૬ જુલાઈ ૨૦૨૧નાં ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ દિવસ નિમિતે ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા શૈલેષભાઈ દેવશીભાઇ રાઠોડ, મંત્રી અનુસુચિત જાતિ મોરચો ભાવનગર દ્વારા ઉત્તર સરદારનગર વૉર્ડ નંબર ૧૨ પ્લોટ નંબર ૯૧/૧, સ્વપ્ન શિલ્પ સોસાયટી તરસમિયા રોડ ભાવનગર ખાતે સાંજે ૬-૦૦ કલાકે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં ભાવનગર શહેર અનુસુચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ અને ૨૫ અલગ અલગ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આં કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારીયા મોરચાના પ્રભારી અને શહેર ભાજપ મહામંત્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા મહામંત્રી યોગેશભાઈ બદાણી મહામંત્રી અરુણભાઈ પટેલ મોરચા ના પ્રમૂખ ડૉ રાજુભાઇ પરમાર મહામંત્રી એડવોકેટ મહેન્દ્ર જાદવ મહામંત્રી ગોપાલ ચૌહાણ બીએમસી ગાર્ડન કમિટી ચેરમેન ઉપેન્દ્રસિંહ ગોહીલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રમુખ ભરતભાઇ દિહોરા તેમજ શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ નગર સેવિકા બહેનો વૉર્ડના પ્રમૂખ અનુસુચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તા ભાઇઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયેલ.