શ્રીલંકામાં હાર્દિક પંડ્યા, શ્રેણી માટે તૈયારીઓનો વિડીયો વાયરલ

268

(જી.એન.એસ)કોલંબો,તા.૧૦
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વન ડે અને ્‌૨૦ શ્રેણી કોરોના પ્રભાવિત થઇ છે. જોકે ભારતીય ટીમની તૈયારીઓ સહેજ પણ પ્રભાવિત થઇ નથી. ટીમના ખેલાડીઓ પરસેવતો વહાવતી તૈયારીઓ બંને શ્રેણી માટે કરી રહ્યા છે. આ દરમ્યાન હાર્દિક પંડ્યાનો વિડીયો સામે આવ્યો છે. જે વિડીયોમાં હાર્દિક પંડ્યા પરસેવે રેબઝેબ થઇ ચુક્યો છે. આ પહેલા ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં હાર્દિકે જબરદસ્ત રમત રમી શોટ ફટકાર્યા હતા. જેના શ્રીલંકા ક્રિકેટે વિડીયો શેર કર્યા હતા.હાર્દિક પંડ્યાના ફોર્મને લઇને આમ પણ સવાલ વર્તાઇ રહ્યા છે. તો વળી તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સમાવેશ થવા છતાં બોલીંગથી દૂર રહ્યો છે. તેના બોલીંગથી દૂર રહેવાને લઇને ચર્ચાઓ ઉઠવા દરમ્યાન, તેણે બોલીંગ કરવાની વાત કહી હતી.સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર જીમમાં વર્કઆઉટ કરતો હોવાનો વિડીયો શેર કર્યો હતો. જેમાં હાર્દિક બોડી બેલેન્સથી લઇને વેઇટ ટ્રેનિંગ કરી રહ્યો હોવાનો નજર આવી રહ્યો છે. શર્ટ લેસ હાર્દિક પંડ્યાનું શરીર જીમમાં પરસેવાથી રેબઝેબ થઇ ચુક્યુ છે. તો વળી હાર્દિકની પત્નિ નતાશા સ્ટેનકોવિકએ કોમેન્ટ કરી છે. જ્યારે શ્રીલંકા પ્રવાસ અને મુંબઇ ઇન્ડીયન્સ ટીમમાં સાથી સૂર્યકુમાર યાદવે પણ હાર્દિકના વિડીયો પર કોમેન્ટ કરી હતી.હાર્દિક પંડ્યાએ પીઠની સર્જરી કરાવ્યા બાદ તે મોટે ભાગે બોલીંગ કરવાથી દૂર રહે છે. જોકે તેની સર્જરીને પણ લાંબો સમય વીતી ચુક્યો છે. જેથી હવે તેની બોલીંગ કરવાને લઇને ખૂબ ચર્ચાઓ શ્રીલંકા પ્રવાસ પહેલા થવા લાગી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસેથી તેને બહાર રાખવામાં આવતા તે માટે ફિટનેશનું કારણ ધરવામાં આવ્યું હતું. બોલીંગ લાંબો સમય કરવા માટે તે અનફીટ હોવાની વાત ચર્ચામાં રહી હતી. જેથી ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવેશ થઇને બોલીંગ નહી કરતો હોવાનો સૂર ઉઠ્યો હતો.

Previous articleપ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
Next articleરોટરી રોયલ સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથિક મેડીકલ કોલેજ દ્વારા હિમોગ્લોબીન તપાસનો કેમ્પ યોજાયો